________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
કરે કબજે કર્યો. હાલ તે કરે ખંભાત છે. બે વર્ષ પહેલા આ બનાવ બને. અમારી નાત જાતમાં ફાંટા પડ્યા છે, તેનું કારણ પણ આજ છે.
આ હકીકત તદન ખોટી છે. રતિલાલ જેસંગભાઇના પિતાના તથા તેના બાપના ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ ન. ૩૧. સ. શાથી ફાંટા પડ્યા ? જ છોકરાને પાછા લાવનારાને નાત બહાર મૂકવા કહ્યું અને તેથી
ફોટા પડ્યા. સ. એ પક્ષ દીક્ષામાં માને છે ? જ. હા. એ પક્ષને દીક્ષા વધારવી છે, પણ આવી દીક્ષાઓ અમારા
હિસાબે ઘણીજ ભૂલ ભરેલી છે. સ. ૧૮ વર્ષની અંદરનાને દીક્ષા અપાય તે શું વાંધો ? જ. ૧૮ વર્ષની ઉંમરનાને વૈરાગ્ય થાયજ શી રીતે ? પાંચ મહાવ્રતો વિગેરે
બીજી ક્રિયાઓ પણ તે શી રીતે પાળી શકે ? ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાની દીક્ષા, માત્ર આમાં સુખ છે વિગેરે લાલચે બતાવીને જ આપવામાં આવે છે, એટલે ૧૮ વર્ષ બરાબર છે. તેની નીચેની ઉંમર યોગ્ય નથી.
(નીચે પ્રશ્ન રા. કડીઆની ચીદિથી પૂછાય હતે.) સ રતિલાલને દીક્ષા આપી તે વખતે રામવિજયજી મહારાજ અમદાવાદ હતા ? જ. ના. તે વખતે રામવિજયજી સુરત હતા. તેમના બીજા સાધુઓએ દીક્ષા આપેલી.
. કડીઆએ કહ્યું કે છોકરાને પાછો લાવવાથી સંઘમાં ફાંટા પડ્યાજ નથી, પરંતુ વાસદમાં તોફાન કર્યું, સાધુઓ ઉપર આક્રમણ કર્યું, તેને અંગેજ મતભેદ છે અને માફી માંગવાની વાત છે. માફી માંગે તો આજે ભેગાં મળી જાય. એટલે તે ભાઈએ છોકરાને પાછો લાવવાથી ફાંટા પડવાનું જણાવ્યું તે હકીકત ખોટી છે.
For Private and Personal Use Only