________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACH
૨૪૫
ચીમનલાલ જેઠાલાલ–ખંભાતવાળાની જુબાની.
તા. ૧૨-૭-૩૨ વિશાશ્રીમાળી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક. ઉંમર વરસ ૨૭,
રહીશ ખંભાત, ધંધે ઈમારતી લાકડાની દુકાન. સતમારો મત શું છે ? જ અયોગ્ય દીક્ષા અપાય છે તેથી હેલના થાય છે અને તેથી ઝઘડાઓ
થાય છે. કોર્ટે કેસ પણ જાય છે. સદાખલા કઈ છે? જ હા. ખંભાતમાં બે દાખલા બન્યા છે. અમારા પાડોશમાં જ બનેલા છે, તેથી જાણું છું.
રતિલાલ ગાંધી ઉ. આશરે વર્ષ ૧૭. ખંભાત હાઈસ્કુલમાં અભ્યાસ કરતા હતા. તેને દીક્ષા આપવા માટે શ્રાવકે અમદાવાદ નસાડી ગયા. દીક્ષા અપાવી. છોકરાની મરજી નહિં હોય, તેમજ સંઘની સંમતિ લીધેલી નહિં. માબાપને પણ પૂછેલું નહોતું. રામવિજ્યજી મહારાજે દીક્ષા આપી. તેના માબાપ અમદાવાદ ગયા અને છોકરો સેંપવા વિનંતિ કરી. મહારાજે તેમને ધમકાવ્યા. આચાર્ય પાસે ગયાં ત્યાં પણ વિનંતિ કરી છતાં છોકરે પાછો સે નહિ. કેટલાક વખત પછી વિહાર કરતાં સાધુઓ વાસદ આવ્યા, ત્યાં છોકરાંના સગાંવહાલાં ગયા. મારામારી થઈ અને છોકરાને ઉપાડી ગયા. બન્ને પક્ષે સામસામી મારામારી કરી. છોકરાને ગાંધીની દુકાન છે. કેસ કોર્ટમાં થયેલો. ખેડા, બોરસદ અને ખંભાતમાં છોકરાની જુબાની થયેલી. પાંચ વર્ષ આ બનાવને થયાં. ઠરાવની નકલ મોકલી આપીશ.
આ સંબંધી ખુલાસા માટે જુઓ શેઠ કસ્તુરભાઈ અમરચંદની જુબાની પાછળ પાને ૧૫૩.
૧૪-૧૫ વર્ષની ઉંમરના રતિલાલ જેસીંગભાઈ ખંભાતનાને આચાર્ય સાગરાનંદસૂરિએ રતલામ નસાડી દીધા. ખંભાતથી નસાડી ગયા. માબાપની તેમજ સંઘની સંમતિ વગર નસાડી ગયેલા. ધાર્મિક અભ્યાસ માટે ભણવા જતે, ત્યાંથી નસાડેલ. તેના સગાંવહાલાં રતલામના અમલદારે સાથે લીંબડી ઠાકોર સાહેબને સારો સંબંધ હોવાથી, લીંબડી ગયા અને તેમની મદદથી રતલામ ગયા. ત્યાં જઈ
For Private and Personal Use Only