________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિત જનવિજયની જુબાની.
તા. ૧૩-૧૦-૩૨.
સ, તમારામાં દીક્ષા સંબંધી કાંઈ ઝઘડે ચાલે છે? જ હા. ઝઘડો હાલ ચાલે છે તેના કારણે ઘણાં છે. જેમ અત્યારે સમા
જમાં ચાલે છે, તેમ જૈનોમાં પણ નવા અને જુના વિચારની અથડામણ ચાલે છે. ખાસ કરીને સાધુઓ કેટલેક અંશે ધાર્મિક સત્તા બધી પોતાના હાથમાં રાખીને બેઠા છે. એક વર્ગ કહે છે કે અમે જે કરી તેમાં શ્રાવકોને બોલવાની સત્તા નથી. જ્યારે બીજે વર્ગ કહે છે કે સાધુઓની જે પ્રવૃત્તિથી સમાજમાં કલેશ–ઝઘડા થઈ વૈમનસ્ય વધે છે, તે ઉપર અંકુશ જોઈએ. આ કારણથી અથ ડામણ અને તેમાં આ દીક્ષા પ્રકરણથી વધારે થયે. હમણું સગીર દીક્ષાની પ્રવૃત્તિ બહુ વધી છે. રજા સિવાય નસાડી-ભગાડી મુંડી નાંખે અને પછી તેના કુટુંબીઓ તેને પાછો મેળવવા પ્રયત્ન કરે, એટલે ઝઘડા થાય અને કૌટે ચઢે. નવા વિચારવાળા આ સ્થિતિ અટકાવવા કહે છે કે સગીરના માબાપ અને સંઘની સંમતિ દીક્ષા લેતી વખતે લેવી જોઈએ અને એ માટે કેટલાક સંઘોએ ઠરાવ પણ કર્યા છે. બહારથી ગામમાં છોકરા લઈ આવે અને પરિણામે તોફાનમારામારી થાય, તેથી આવા ઠરાવ કરે છે. તેમાં જુના એટલે સાધુ પક્ષવાળા હોય તે વિરૂદ્ધ પડે એટલે ઝઘડા વધે.
દીક્ષાના વિરોધીઓ સમાજને ભડકાવવા માટે જ સગીર દીક્ષાઓ બહુ વધી છે–એવી બેટી બુમરાણ કરે છે. છેલ્લા દશ વર્ષમાં થયેલી સગીર દીક્ષાઓના આંકડા માટે પાછળ જુઓ પાનું. ૧૦ ૮. સ. શાસ્ત્રમાં દીક્ષાના નિયમો છે ને? જ હતા. તેમાં સંમતિ જોઈએ, લાયકાત લેવી જોઈએ, ચારિત્ર સારું
હોવું જોઈએ, કરજ બોજો ન જોઈએ, વગેરે ૧૮-૨૦ પ્રકાર આપેલા છે. આત્મકલ્યાણ શું છે એ બરાબર સમજીને લે તે દીક્ષા કહેવાય.
પડાં પહેરાવ્યાં અને મુંડ્યો તેથીજ સાધુ ન કહેવાય. સ૦ સંઘની સંમતી લેવી જ જોઈએ ? જ માબાપની સંમતિ હોય તે પણ સંઘની સંમતિ અવશ્ય લેવી
જોઈએ. હાલ તે સંધ જેવી વસ્તુજ રહી નથી. માંહોમાંહે ઇષો
For Private and Personal Use Only