________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩
જ. ઉંમર સાથે કાંઈ ગાઢ સંબંધ નથી. યોગ્યતા જોવી જોઈએ. ૯
વર્ષે કેવળજ્ઞાન થાય છે. પૂર્વના સંસ્કાર હોય જેથી ૮ વર્ષે દીક્ષિત થયેલો હોય તે કેવળજ્ઞાન થાય.
મહાવીર સ્વામી પછી ૧૦૭ વર્ષે જ બુસ્વામી થયા, તેમને કેવળજ્ઞાન થયું છે. તે પછી કેને કેવળજ્ઞાન થયું નથી. સ. એ મુજબ ૮ વર્ષ અપાય તે બરાબર છે ? જ ના. એ હકીકત મુજબ અત્યારના સંજોગોમાં યોગ્ય નથી. ૧૮ વર્ષ બરાબર છે.
કેવળજ્ઞાન સંબંધમાં શબ્દો લખાયા છે કે આ ભરતક્ષેત્રમાં કોઈને કેવળજ્ઞાન થવાનું જ નથી. બીજા જ્ઞાનો પણ બંધ થયાં છે, એવું અમારા શાસ્ત્રમાં છે. એટલે ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા આપે તે
બરાબર છે. કારણ કે કોઈને આ કાળમાં કેવળજ્ઞાન થવાનું જ નથી. સ. તેથી સિદ્ધાંતમાં ફેરફાર થાયને ? જ. ફેરફાર થવામાં હું વાંધે જતો નથી. અને કેટલી વખત ફેરફારો
થતા આવ્યા છે. દેશકાળ જોતાં આચાર્યોને લાગે તે મુજબ સંખ્યાબંધ ફેરફાર થયેલા છે. સિદ્ધાંતોમાં ફેરફાર થયાના દાખલા હું રજી કરીશ. ખૂદ અમારા તીર્થકર મહાવીરસ્વામીએ પણ ફેરફાર કર્યો છે. દીક્ષા લીધા પછી તેઓએ વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં તેમના મામાના ગામમાં આવ્યા. ત્યાં તેમને ચોમાસાનો કાળ રોકાવા ખૂબ આગ્રહ કર્યો. પણ ચોમાસાને ઘણો વખત હતો.
એટલે બીજા ગામો વિહાર કરી પાછા ચોમાસા વખતે ત્યાં આવવા કહ્યું. ચોમાસાનો કાળ આવી પહોંચતાં ત્યાં આવ્યાં. વરસાદ ઓછો હતું. તેઓ ઝુંપડીમાં કાર્યોત્સર્ગ રહેલા. ઓછા વરસાદને લઈને ગાયને ઘાસની તંગી હતી, તેથી ગાયો આશ્રમનું ઘાસ ખાવા લાગી. બીજા માણસોએ મેટા રૂપને વાત કરી કે આ કોણ માણસ આવ્યું છે કે જે પોતાની ઝુંપડીની પણ સાચવણ રાખતો નથી! અને પિતાનું રક્ષણ કરતો નથી ! મેટા રૂષિએ આવી ઠપકો દીધો. અને તેથી ચોમાસાનો કાળ ચાલુ હતો, ૧૫ દિવસ ગયેલા, તે પણ ત્યાંથી વિહાર કરી બીજે ગામ ગયેલા. એટલે અનુકુળ લાગે તે ફેરફાર થાય. એથી કોઈ શાસ્ત્રની દિવાલ તુટી પડતી નથી અને તેથી કાંઈ નુકશાન થતું નથી એવી મારી માન્યતા છે.
(ખુલાસા માટે જુઓ શાસિય પુરાવા.) સ, સિદ્ધાંતમાં ફેરફાર થાય છે !
For Private and Personal Use Only