________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
લઈ આવેલા અને તેને દીક્ષા આપેલી. નરસિંહને દીક્ષા છોડવાની ઈચ્છા હતી. પ્રસંગ મળ્યો, સગાંવહાલાંને ખબર મળવાથી તેઓ આવ્યા અને ધમાલ કરી તેને લઈ ગયા. ત્યાર બાદ તેનું સ્ટેટમેન્ટ બહાર પડયું. આ ઉપરથી હું શાહપુર તપાસ કરવા ગયે. સાધુઓ તે વાત કહે નહિ, એટલે ઉપાશ્રયમાં બેસનાર શ્રાવકને પૂછ્યું. તેણે મને વાત કરી. તેની વાત અને બહાર પડેલાં સ્ટેટમેન્ટની વાત મળતી આવી. મેં આ વિષે મારા પત્રમાં સખત નોંધ લીધી છે. કેટલાક કેસે પણ અમદાવાદમાં થયેલા, પરંતુ તે બાબતમાં મને જાતમાહિતિ નથી. વખત ન મળે એટલે જાતમાહિતિ મેળવી શક્યો નથી. પ્રગટ કરેલી નોંધ હાલ મારી પાસે નથી. પછી મોકલી આપીશ.
દીક્ષા વિરોધી ટોળીના હથીયાર બનેલા નરસિંહ પ્રેમચંદના પોતાના ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ નં. ૩૦
સ. પૈસા અપાય છે તે સંબંધી જાણો છો ? જ પૈસા સંબંધી વાત સાંભળી છે. મારા પત્રમાં તે પ્રસિદ્ધ કરી નથી. સવ કાયદા સંબંધી શું કહે છે જળ સંઘ જે આજ્ઞા કરે તે માનવા કબૂલ થાય તો વાંધો નથી. પણ
તેમ ન બને તે રાજ્ય વચમાં આવવું જોઈએ. કેટલાક સાધુઓ છે
કે જે સંધની આજ્ઞાનું કબૂલ કરતા નથી. સ, ઝઘડા શાથી થાય છે ? જ એવો અજ્ઞાન વર્ગ છે કે જે ધર્મ ધર્મ કર્યા કરે છે, પણ બીજું કાંઈ
સમજતો નથી, એથી ભાગલા પડી જાય છે અને ઝઘડા થાય છે.
હાલ બહુ શોચનિય પરિસ્થિતિ છે. સ, સંધ વ્યવસ્થા કરી લે તો ખરડાની જરૂર નથીને ? જ સંઘ વ્યવસ્થા કરતો હોય તે કાયદાની જરૂર નથી. પણ તેમ બને - તેમ નથી, એટલે કાયદો જરૂરી છે અને જરૂર કાયદો થવો જોઈએ. સકાયદા મુજબ ૧૮ વર્ષથી નાની ઉંમરે દીક્ષા ન આપે તો
વાંધો નથીને ? જ હા. ૧૮ વર્ષડી નાની ઉંમરે દક્ષા ન આપે તે વાંધો નથી. તે
ઉંમર બરાબર છે. સધર્મ-શાસ્ત્ર વિરુદ્ધ કહેવાય નહિને ?
For Private and Personal Use Only