________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧ મૂળચંદ આશારામ વૈરાટીની જુબાની.
તા. ૧૨-૭–૩૨. રે. અમદાવાદ, તાંબર મૂર્તિપૂજક જૈન,
ધંધે વેલરી માટે, ઉંમર વર્ષ. ૪૭. સ, આપે મેહનભાઈએ કહ્યું તે સાંભળ્યું ને ! આપનો શું મત છે ? જ હા. બદી ચાલે છે. સ શું શું ચાલે છે ? જ લાયક ન હોય એવા માણસને દીક્ષા અપાય છે. ચોરી છુપીથી
અપાય છે. સ... આ ક્યારથી થયું? જ સામાન્ય રીતે ૧૫ વર્ષ, છેલ્લાં ૫ વર્ષથી વધારે. આ લેકની માન્યતા
એવી છે કે ચેલાઓ વધારીએ તો સારું અને તે મુજબ તેઓ કરે છે. સ૧૦૮ ચેલા કરે તે પદવીધર કહેવાય એમ કહે છે તે શું ? જ એવી વાતો હું સાંભળું છું. મને તેમાં કાંઈ વજુદ નથી લાગતું. સ૦ એ લેકે શાથી ચેલાઓ વધારે છે ? જ એ માને છે કે પુણ્યનું કારણ બને. કરે કરાવે અને અનુમોદે તે
પણ પુન્યના ભાગીદાર બને. સ. દીક્ષા આપે તેજ પુન્ય થાય એમ માને છે ? જ ના. બીજા દરેક ધર્મ કાર્યોમાં પુન્ય થાય છે. સવ અમદ: વાદમાં પણ દીક્ષાઓ થતી હશેને ? જ અમદાવાદમાં પણ બને છે. પરંતુ વડેદરા રાજ્યમાં વધારે દીક્ષાઓ
થાય છે. સ, વડોદરા રાજ્યમાં વધારે બને છે તેનું શું કારણ? જ ભાવિ શ્રાવકે વધારે હોય અને તેથી કદાચ મદદ વધારે કરતા હોય,
એટલે વધારે દીક્ષાઓ થાય. સ૦ જાત માહિતિના દાખલા છે? જહું એક માસિક પત્રનો તંત્રી હતે. સુવા પત્રને તંત્રી હતા. તે વખતે
આવા કીસ્સાઓના હેવાલો મારી પાસે ઘણું આવતા. પરંતુ હું વેપારી લાઈનમાં હેઈ, તે બાબતમાં પુરતું ધ્યાન આપેલું નહિ. નીચેના દાખલામાં મારી જાત માહિતિ છે.
અમદાવાદમાં શાહપુરમાં એક સાધુ હતા. માંડળના આશરે ૧૮ વર્ષ ની ઉંમરના એક છોકરા નરસિંહ પ્રેમચંદને ચશ્મા અપાવવાને બહાને
For Private and Personal Use Only