________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪ નહિં. પણ બે પાટ પડેલી છે અને તેઓ દેષના કારણે સામસામા બને તેટલા પ્રયત્નો કરે છે, એટલે હાલ ભેગું થાય તેમ લાગતુંજ નથી. અને આ પ્રવૃત્તિ બંધ કરવા માટે સરકારે વચ્ચે આવવાની
જરૂર છે જ. અને કાયદે થાય તો જ રસ્તો સરળ થાય. સર તમારામાં કેટલા પંથ છે ? જ ત્રણ પંથ છે. સ્થાનકવાસી, મૂર્તિપૂજક અને દગંબર. આ ભાંજગડ - મૂર્તિપૂજકોમાંજ છે. સ્થાનકવાસીમાં નથી તેમ દીગંબરોમાં નથી. સ. સં. દી. પ્ર. નિબંધનો ખરડે તમે વાંચ્યો છે? જ. હા. આખેએ નિબંધ વાંચ્યો છે. સ, ખરડો પસાર કરીએ તો આ બધી પ્રવૃત્તિ બંધ પડશે, એમ તમે
માનો છે ? જ ભલે કદાચ પ્રવૃત્તિ બંધ ન થાય, પણ કાયદાને અંકુશ હોય તે
જરૂર વિચાર તો કરે જ પડે.
તેની ફરીયાદ કેણ કરશે ? જ. શારદા એક્ટમાં જેમ ફરીઆદ કરે છે, તેમ કોઈ પણ મંડળ વિગેરે
કરશે. સ. તેમાં તે ખોટી ફરીઆદ ન થાય તેની ખાત્રી માટે ડીપોઝીટ લેવાય છે ! જ તે પ્રમાણે અહીં ન પાલવે. બાળલગ્નની જેમ નોંધ કરવામાં આવે
છે, તેમ દીક્ષાઓની નોંધ કરવામાં આવે, તો તેની નેંધ ઉપરથી
કેસ કમીટ થાય. સ, બાળલગ્નમાં તો ઉંમરજ પુરવાર કરવાની, ને આમાં તો સંમતિ છે
કે નહિંવિગેરે તપાસ કરવાની ને ? જ હા. પણ તે કેસ આવે તે જરૂરી તપાસ થઈ શકે. સ૦ કાયદો કરવામાં તમારે શું અભિપ્રાય છે ? જ કાયદો થાય તે વ્યાજબી ન કહેવાય. પણ પિતાને બીજે
માણસ દર્દ કરશે તો તે સહન નહિં થાય અને જ્યારે પિતાને જ દર્દ થતું હશે ત્યારે પિતેજ તેની દવા કરાવશે. એવી જ રીતે સડે છે તે કઈ રીતે દુર થાય તેમ લાગતું નથી, એટલે ઓપરેશન કરવું જ જોઈએ અને તે માટે કાયદો થવો જોઈએ એમ હું માનું છું. અને એ માટે અમે પિતાની મેળે જ આ કાયદે માંગીએ છીએ.
સ્થાનકવાસીઓએ દીક્ષા બાબતમાં સાધુ તથા શ્રાવકેની એક કમીટી
For Private and Personal Use Only