________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
સાધુને જોઈને ગાંડા બની જાય છે, એટલે લિંપિલ નભે છે. ખરી રીતે આ બધું અમારામાં પોલ છે એટલે નભે છે.
વિમળવિજય–૧૮ વર્ષ દીક્ષા પાળી. વલ્લભવિજ્યના મુખ્ય શિષ્ય હતા. દીક્ષા છોડીને પાદરે આવ્યો અને મને કહ્યું કે હું બીજા સાધુઓ જોડે સુરતમાં હતા, ત્યાં ઉપાશ્રયમાં સ્વદેશી પ્રચાર માટેનું એક વ્યાખ્યાન કરવા માટે બહારગામથી પ્રચારકો આવેલા. તેમને ટાઈમ આપેલો છતાં શ્રાવકેએ તેમને ના પાડી અને કહ્યું કે જૈન ઉપાશ્રયમાં સ્વદેશીનું વ્યાખ્યાન નહિ થાય. આ ઉપરથી મને ગુસ્સો આવ્યો અને મેં દીક્ષા છોડી. હાલમાં તે મૌલાકાર થીઓસોફીકલ સાયટીમાં રૂા. ૧૦૦ ને પગારથી નોકરી કરે છે.
ઉં. વ. ૧૩. ૧૪ ના આશરાની છીણીની બાઈ હીરાને સાધ્વીએ ફેસલાવી. તે પરણેલી હતી. હાલ બે છોકરાં છે. સાધ્વીજી દરાપર આવેલા. બાઈ મળસ્કે સાધુના કપડાં વિગેરે લઈને મારે ઘેર આવી અને મને કહ્યું કે મારે દીક્ષા લેવી છે, તે મને સાધ્વીજીને મેળવી આપ. મેં કહ્યું કે તારા સાસરીઆની રજાથી આવી છું કે શી રીતે ? તેણીએ કહ્યું કે ના હું એકલી આવી છું. મેં તેને મદદ આપવા ના કહી અને પાછી જઈ રજા લઈને આવવા કહ્યું. એટલે એ બાઈ એકલી દરાપર ગઈ. આ બાબતની તેના બાપને ખબર પડેલી, એટલે બાપ તરફથી દરાપરામાં માણસ આવ્યું. આથી ત્યાંના શ્રાવકાએ ડર લાગવાથી બાઈને ત્યાંથી ચાલી જવા કહ્યું. બાઈ પાછી પાદરા મારે ત્યાં આવી અને મને હકીકત કહી. આખો દિવસ બાઈને મેં મારા ઘરમાં રાખી. બપોરે બા મામા, એનો સસરે અને એનો બાપ પાદરે આવ્યા. મને મળ્યા અને કહ્યું કે બાઈને સપિ. મેં બાઈને જવા પૂછ્યું. બાઈએ હા કહી, પરંતુ મને મારે કે સતાવે નહિ તેમ કરવા કહ્યું. એટલે મેં તેના બાપ તથા સસરાને કહ્યું. તેઓએ કહ્યું કે અમારે કાંઈ મારવી તેમજ સતાવવી નથી. ત્યાર પછી મેં ભાડાની ગાડી કરી આપી વિદાય કર્યા. હાલ તેને બે છોકરાં છે. છાણીમાં રહે છે. મારાં ઘરના માણસો ત્યાં ગયા હતા અને તેને ત્યાંજ રહ્યા હતા.
બાઈ હીરાનો પોતાનો ખુલાસો તપાસ સમિતિ ઉપર ગયેલો છે. જુઓ પરિશિષ્ટ ન. ૨૯. સ. આ બધું શી રીતે બંધ થાય ? જ. સાધુ મંડળમાં અને જૈન કેમમાં એકસંપી હતી તે આ બધું થાત
૩૦
For Private and Personal Use Only