________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂર હું શિક્ષા કરીશ. અને આમ છતાંય એમને પ્રયત્ન તો ચાલુજ રહ્યો. દરમ્યાન મોટા આચાર્ય વિજયકમળમૂરિ પાદરા આવ્યા. તે વખતે અમો સંઘના આગેવાનોએ તેમને વિનંતિ કરી કે દાનવિજય મહારાજ આ છોકરાને દીક્ષા આપવા ધારે છે અને જે દીક્ષા આપશે તો જરૂર ડોશીઓ મરી જશે. તો આપ તેમને દીક્ષા નહિં આપવા આજ્ઞા કરો. આ ઉપરથી વ્યાખ્યાન વચ્ચે સંઘ સમક્ષ આજ્ઞા કરી કે ત્રીભુવનદાસને અહીંના સંધની તેમજ મારી ચીદિ આવે ત્યારે જ દીક્ષા આપજે. બે દિવસ પછી આચાર્ય કમળસૂરિજીએ વિહાર કર્યો ત્યારે અમો ભાગોળ સુધી ગયેલા. ત્યાં પણ અમને એમ લાગ્યું કે દાનવિજયજી જરૂર દીક્ષા આપશે. એટલે ફરી આજ્ઞા કરવા મહારાજશ્રીને કર્યું. આ ઉપરથી એમણે ફરી પણ ઉપર પ્રમાણેજ કહ્યું. પછી થોડા દિવસ બાદ દનવિજયજી વિહાર કરી ગયા. ત્રીભોવનદાસને સાથે લઈ ગયા. રસ્તામાં દાનવિજયજી જંબુસર રહ્યા. પ્રેમવિજયજી અને બીજા એક સાધુ ત્રીભવનને લઈને કાવી ગયા અને ત્યાંના દેરાસરમાં દયા આપી. દીક્ષાના કપડાં વિગેરે વડોદરાના દ્વારકાદાસ કોઠારીએ પહોંચાડયા હતા. એ હકીકત પાદરાના માણસે મને કહેલી. પછી
ડાજ વખતમાં બે ડોસીઓ દાદી તથા ફાઈ ઝુરીને મરી ગઈ. કાકી હયાત છે.
આ આખીયે હકીકત જુઠ્ઠી અને દીક્ષા પ્રત્યેના દેવથી ઉપજાવી કાઢેલી છે. ખરી હકીકત જાણવા માટે પં. શ્રી રામવિજયજીના સંસારી કાકા શા તારાચંદ દલીચંદનો ખુલાસો વાંચે. જુઓ પરિશિષ્ટ ન. ૨૮ સ રામવિજયજી તો ઘણા વિદ્વાન અને નામાંકિત છે ને ? આ તક ન
મળી હોત તો ક્યાંથી થાત ? જ. નામાંકિત તે ખરાજ. જો કે પાદરાને જાહેરમાં આપ્યું, પણ દુઃખને
વિષય એ છે કે એમની શક્તિ જે સમાજેન્નતિ અને સુધારાના
કાર્યમાં વાપરી હોત તો ઘણું સારું કાર્ય કરી શકત એ નિર્વિવાદ છે. સવ દીક્ષા લેવાની એમની પિતાની ઇચ્છા હતી ને ? જ એમની ઈચ્છા પાછળથી થઈ હતી. એનું કારણ પ્રેમવિજયજી તેમની
પાસે તેને સુવાડતાં અને સ્વર્ગ મળશે, અપસરાઓ મળશે, સારું સારું ખાવાનું મળશે, સારા સારા વાણીઆઓ પગ દાબશે, એક વસ્તુની ઈચ્છા થતાં ચાર વસ્તુ હાજર થશે–એવી એવી લાલચ આપતા.
For Private and Personal Use Only