________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણે છે માટે તેમને પૂછી જૂઓ. આ ઉપરથી મેં તે શ્રાવકને બોલાવી પૂછયું કે આ વાત તેં શી રીતે જાણી ? તેણે કહ્યું કે હું ઉપાશ્રયમાં ગયો હતો, એટલે મને ખબર છે. મેં તેને ધમકી આપીને પૂછયું કે તું કઈ દિવસ ઉપાશ્રયમાં જ નથી અને તે દિવસે કેમ ગયા ? તેણે કહ્યું કે ચંદરવાને એક ટાંકા મારવાનો હતો તેથી ગયે હતો. ત્યારબાદ ભગવાન દરજીને મહારાજની સમક્ષ લાવી પૂછયું, ત્યારે તેણે કહ્યું કે ખરી વાત તો એ છે કે આ બાબતમાં હું કાંઈ પણ જાણતો નથી, પણ દાનવિજયજીએ મને કહેલું કે આ માસારને રજા અપાવવી છે, માટે તું ખોટી સાક્ષી પુરજે અને અવુિં કહેજે કે પાછળના બારણેથી એક બાઈ આવે છે. આ ઉપરથી બીજા માણસની રૂબરૂમાં મેં મહારાજને ખૂબ ઠપકે આપો કે આવી રીતે બેટી રીતે જુઠું બેલી એક સારા માણસને નોકરીમાંથી છુટો કરાવવો–એ શું આપને યોગ્ય છે ? આ તમને શોભતું નથી ! આથી તેઓ શરમાઈ ગયા. ત્યારબાદ ત્રણેક દિવસે હું મારા કામે બહારગામ ગયો. પાછળથી પિતાની ઉપર છેટું આળ આવવાથી ગુસ્સામાં ને ગુસ્સામાં બીજાને ચાર્જ સોંપી માસ્તર ચાલી ગયા અને દરા રામાં દીક્ષા લીધી. હાલ તેમનું નામ ઉદયવિજયજી છે. ચોટીલાના તેઓ રહીશ હતા. હાલ દરાપરાં છે. બાઈને પણ ક્રોધ થયે, એટલે તેણીએ કમળ અરિજી પાસે દીક્ષા લીધી. આ રીતે આ બે જણનું તે સુધર્યું. ત્યારપછી બન્ને છોકરાને સમજાવવા માંડયા. મારા ભાણેજ માટે તે મેં સંઘ વચ્ચે તાકીદ આપી કે જે તેને દીક્ષા આપશો તો હું આપની ઉપર ફોજદારી કરીશ. તે વખતે જોઈશ નહિ કે આ સાધુ છે. આ ઉપરથી તેને છોડી દીધો. ત્રિભુવનદાસને સગી મા નહોતી. બાપની મા ૮૫ વર્ષના અને ફેઈ ૬૫ વર્ષના અને કાકી નાની વિધવા હતા અને તે બધાના નિર્વાહને આધાર માત્ર તેના ઉપરજ હતો. હું ત્રણ રૂપીઆ પગાર આપતો તથા લખામણીના ત્રણેક રૂપીયા મળતા–એ ઉપર નિર્વાહ કરતા. આ ઉપરથી મેં તેમજ સંધે મહારાજને કહેલું કે જો તેને દીક્ષા આપશો તે ડોસીઓ બન્ને મરી જશે, કારણકે તેમને આધાર તેના ઉપર છે, તેમજ તેના ઉપર ઘણો જ પ્રેમ અને મોહ છે. મારે ઘેર કોઈક વખત જમવા રોકું અને મોડું થાય તે મારે ઘેર ડેસી લાકડી લઈને આવે અને કહે કે મારે સબુડે ક્યાં છે? તેને જૂએ ત્યારે જાય. સબુડા ઉપનામ હતું. આ વાત મારી પાડોશમાં રહેતા નાનાભાઈ પેસ્તનજી મુનસફે જાણી અને તેથી તેમણે પણ મહારાજને કહેવડાવ્યું કે જો તેને દીક્ષા આપશે, તે
For Private and Personal Use Only