________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪ પછી સાક્ષીએ ભક્તિસાગરનો એકરાર વાંચતાં રા. ગોવિંદભાઈએ તે સત્તાવાર ગેઝેટ નથી તેમ જણાવ્યું હતું. સવ નિબંધમાં સુધારાની જરૂર જ સં. દીપ્ર. નિબંધને બ૮. “સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ' અગર
અયોગ્ય સંસાર ત્યાગ પ્રતિબંધક નિબંધ” એ નામ રાખવું જોઈએ. આ નિબંધ સામે મોટે વિરોધ થવાનું કારણ પણ ઉપરનું નામ જ છે. કારણ કે તેને એમ કહેવામાં આવતું કે દીક્ષાઓ બંધ કરવાને કાયદો કરે છે, તેથી તે સામે વિરોધ થયેલ છે.
સગીરની બાબતમાં શાસ્ત્રકારોએ નિષેધ નથી કર્યો, પણ પ્રથમ વય બાજુ મૂકી મધ્યમ વયજ ધર્માચરણ કરવા માટે વધારે યોગ્ય જણાવી છે, તેનું વિધાન આચારાંગ સૂત્રમાં છે. આ ઉપરથી પહેલી અને પાછલી અવસ્થા અયોગ્ય છે એમ નથી કહ્યું. આ આચારાંગ સત્ર ૪૫ આગમ પૈકીનું એક આગમ છે.
ધર્મબિંદુ ગ્રંથમાં શ્રાવકની ૧૧ પડિમાઓ વહન કર્યા બાદ ગૃહસ્થ ધર્મ પાળી પછી સાધુ–અવસ્થા પ્રાપ્ત કરવી એમ લખેલું છે.
ગુરૂતત્ત્વ વિનિશ્ચયમાં પણ ધર્મબિંદુ મુજબ લખેલું છે.
For Private and Personal Use Only