________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩
સકેઈએ કહ્યું કે દંડથી પાછા પડીએ. જ પડે તે ભલે પડે, પણ હું ન પડું. સુધારો કરવા જતાં સહન પણ
કરવું પડે. સ, મહેસાણમાં મળેલ સંમેલનમાં તમે ગયેલા ? જ હું ગયેલ નથી. સ, શું ઠરાવ કરેલા તે જાણો છો ? જ. એમણે દીક્ષા નિબંધ રદ કરવાનો ઠરાવ કરેલે. સં. એ કેના તરફથી હતું ? જ એ બધો પ્રચાર એક જ જગ્યાએથી થાય છે અને તે અમદાવાદમાંથી
સોસાયટી તરફથી થાય છે. સવ પ્રમુખ બહારના હતા ને ? જ પ્રમુખ અમદાવાદના શેઠ શિવાભાઈ સત્યવાદી હતા, પણ તેઓ નહીં આવવાથી રે. પોપટભાઈએ પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું.
અત્રે રા. કડીઆએ ખુલાસો કર્યો હતો કે–તબીયત ખરાબ હોવાથી તેઓ નહિં આવી શકેલા. સ. સ્વાગતાધ્યક્ષ શ્રી ઉત્તમલાલ ત્રિીમકલાલ હતા તે જાણો છો? જ ને. હું તે જાણતા નથી.
પછી સાક્ષીએ નીચેના દાખલાઓ રજુ કર્યા હતા.
પ્રબુદ્ધ જૈન, રવીન્દ્રનાથ ટાગોરની વાતચીત જે પ્રબુદ્ધ જૈનમાં પ્રસિદ્ધ થયેલ તે અંક રજુ કરી જણાવ્યું હતું કે ટાગોર પણ ઈચ્છે છે કે કાયદે થાય તે સારું.
મેહનદાસ કરમચંદ ગાંધીના દીક્ષા સંબંધીના અભિપ્રાયવાળું પ્રબુદ્ધ જૈન રજુ કર્યું.
જૈન પ્રકાશ.’ રાજકોટમાં મળેલ સ્થાનકવાસી સાધુસંમેલને કરેલા દીક્ષા સંબંધીના ઠરાવનું રજુ કર્યું. આ સ્થાનકવાસી સાધુસંમેલનમાં સાધુઓ અને શ્રાવકો બન્ને હાજર હતા.
- વડોદરાના ઠરાવ પાછળથી રદ થયેલા નથી, એ બાબતમાં ઉત્તમવિજ્યજી મહારાજને ઇન્ટરવ્યુ વાડીલાલ વૈદે લીધે, તે બાબત મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા અંક રજુ કર્યો.
પછી સાક્ષીએ કેટલાક છાપામાંથી હકીકત વાંચતા પ્રેક્ષકોમાંથી એક ભાઈએ વાંધે લેવાથી, ર. ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે આ સગીર દીક્ષાને પ્રશ્ન છે, એટલે એની સાથે તેને સંબંધ નથી.
For Private and Personal Use Only