________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦ અને સાક્ષીએ બુદ્ધિસાગરસૂરિનું બનાવેલું ભજનપદ સંગ્રહ ભાગ ૩ માંથી, આવી અયોગ્ય દીક્ષાઓ થશે, એમ સમજાવતું એક ભજન
ગાઈ સંભળાવ્યું હતું. સ, સાધ્વીઓને કોણ દીક્ષા આપે છે ? જ સાધ્વીઓને દીક્ષા સાધુઓ આપે છે, અને તેમને રહેવાનું જૂદું
હોય છે. સ, અમૃતસરિતા તમે વાંચી છે ? જ. હા. મેં વાંચી છે. સ, એમાંની હકીકત સંબંધી શું કહો છો ? જ એમાંના ચિતાર મુજબ ઘણા ખરા દાખલા બને છે. સ, દીક્ષા લીધા પછી દુઃખથી કંટાળી નાસી જાય છે? જ દુઃખ પડે છે એથી નાસી જાય છે એમ નથી, એનાં કારણે ઘણાં છે. સત્ર શું કારણે છે ? જ એ વસ્તુ હું આપને કહી શકતો નથી. સવ જે કહેશો તે વાંધો નથી. અમારે જાણવું છે. જળ પ્રલોભનો આપી દીક્ષા અપાય છે, ત્યાર પછી વડી દીક્ષા અપાય છે
અને તે પછી ગુલામ જેવી દશામાં મૂકાય છે. સ, એટલે ગુરૂ સેવા કરાવે છે ને ? જ સેવા હૃદયથી થતી નથી, ફરજ પાડવામાં આવે છે. જો કે બધામાં
બને છે એમ નહિં, પણ કેટલેક ઠેકાણે મનોદશામાં મલિનતા દેખાય છે. તે બાબત નીચેના દાખલાથી સમજી શકાશે.
પાટણના એક ભાઈ શા. નગીનદાસ હીરાચંદને ભાણેજે દીક્ષા લીધેલી. તેમને તેમના ઉપર એક પત્ર લખેલે, તેમાં લખેલું કે કસાઈ વાડેથી ગાય છેડાવવા બરાબર થશે. ત્યારબાદ એ ભાઈ દીક્ષા છોડી પાટણ આવેલા છે. એ નોકરી કરતા હતા. શા માટે દીક્ષા છેડી તે સંબંધી હું વિશેષ કહી શકતો નથી. મતલબ સાધુપણું કહેવામાં આવે છે, તેવું હોતું નથી.
આ બાબતમાં શા નગીનદાસ હરાચંદના ભાણેજ ગીરધરલાલે પોતેજ સમિતિ ઉપર “પોતે દીક્ષા શા માટે છેડી” તેનો ખુલાસો મેકલ્યો છે, જે ઉપરથી જોઈ શકાશે કે આ સાક્ષી કેટલું જુદું કહે છે ! ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ નં. ર૭.
For Private and Personal Use Only