________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACHT
ર૧૪
છોકરાના બાપે ભાવનગરમાં ફરીયાદ કરેલી. હાલ તે ફરીયાદ દર્શનસૂરિ મહારાજ ભાવનગરની હદમાંથી બીજી હદમાં સહીસલામત દાખલ થાય અને છોકરે પાછો મેં પાય-એ શરત ખેંચી લેવાઈ છે અને છોકરો પાછો સોંપાયો છે.
જૈન સાધુને હલકા પાડવા સાક્ષી આ વાત કેવળ મન કલ્પિત રજુ કરે છે. વધુ ખુલાસો મહાસુખભાઈ ચુનીલાલની જુબાનીના પાને ૧૯૪ માં કરેલો છે. સ, અયોગ્ય દીક્ષા ક્યારથી થવા લાગી ? જ યતિ સંસ્થા કે જે હાલમાં ગોરજી તરીકે ઓળખાય છે, તે પ્રથમ
અમારા સાધુઓ હતા. પરંતુ તેઓમાં શિથિલાચાર પેઠે અને મારવાડ વિગેરે ઠેકાણેથી છોકરાએ લાવી શિષ્ય વધારતા હતા. લગભગ ૩૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. ત્યારબાદ સત્યવિજય પંન્યાસ
થઈ ગયા, તેમણે કાંઈક સુધારો કર્યો છે. સર કેટલા વખતથી આવી દીક્ષાઓ અપાય છે ? જઇ લગભગ ૧૫-૨૦ વર્ષથી. સવ સંધે કાંઈ ઉપાય લીધા છે ? જ હા. તે બાબતમાં અમારા પાટણના સંઘે એક મહિના પહેલાં જાહે
રાત કરી, સંઘની સંમતિ લઈ દીક્ષા આપવાનો ઠરાવ કર્યો છે.
પાટણના સમસ્ત જૈન સંઘે ઠરાવ કર્યોજ નથી. વધુ ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ નં. ૩. સવ કયારે ઠરાવ કર્યો ? જ બે વર્ષ પહેલાં ઠરાવ કર્યો. સ, સાધુસંમેલને ઠરાવ કરેલ જ. વડોદરામાં સાધુ સંમેલન સં. ૧૯૬૮ ની સાલમાં મળેલું. તેમાં દીક્ષા
બાબતમાં ૨૦મો અને ૨૩ મો બે ઠરાવ કરવામાં આવ્યા છે. અને તેના પ્રમુખ વિજયકમળમૂરિજીએ તે બાબતમાં વિવેચન કરેલું કે આવી ખટપટમાં કઈ સાધુ ઉતરશે તો તે માટે આચાર્ય યોગ્ય કરશે. આ ઉપરથી એમ સમજાય છે કે દીક્ષા આપવામાં કોઈ પણ જાતની અયોગ્યતા જણાવાથી આચાર્યશ્રીએ આવા શબ્દો કહેલા છે,
For Private and Personal Use Only