________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭ અત્રેના વૈદ્ય બાપુલાલની છોકરીનો વિવાહ કરેલો. તેને દીક્ષા લેવી હતી, એટલે ગૃહસ્થાશ્રમ ન માંડે. છેવટે ત્રીજે વરસે વરઘોડે કાઢી દીક્ષા આપી. એટલે ખસ વૈરાગીને નાસભાગ કરવાની કશી જરૂર નથી.
આર્ય રક્ષિતસૂરિ ૨૨ મે વર્ષે કાશીથી ભણીને આવ્યા. વધારે ભણેલ હોવાથી રાજાએ સામૈયું કર્યું. મા જૈન હતી અને બાપ બ્રાહ્મણ હતા. માને પગે લાગ્યો છતાં માએ આશિર્વાદ ન આવે અને કહ્યું કે બધું ભણ્યો પણ દ્રષ્ટિવાદ ભણ્યો નથી, માટે તે ભણીને આવ. આથી તે ભણવા માટે તેઓ ગયા. રસ્તામાં મુનિને સમાધિમાં ઉભેલા જોયા, એટલે તેમને કહ્યું કે મને દ્રષ્ટિવાદ શીખવો. મુનિએ કહ્યું કે દીક્ષા લીધી હોય તે શિખાય. ત્યારે તેમણે કહ્યું કે મને દીક્ષા આપ. મુનિએ પૂછ્યું કે રજા લઈને આવ્યો છું? તેમણે કહ્યું કે માતાજીની ગર્ભિત રજા છે, પણ બાપની નથી. આમ છતાં બીજે ગામ જઈ દીક્ષા આપી. એટલે તેમની દીક્ષા નિષ્ફટિકા વાળી થઈ. શાસ્ત્રમાં પરવાનગી વગર દીક્ષા આપે તો તેવા સાધુઓને ચોર કહ્યા છે. પરિશિષ્ટ પર્વમાં કહ્યું છે કે વીરના શાસનમાં શિષ્ય ચોરીનો આ પ્રથમ દાખલો છે.
આયંરક્ષિતસૂરિએ ૧૧ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેમની દીક્ષામાં તેમના પિતાની સંમતિ ગુરૂએ લીધેલી નહિં, જેથી દીક્ષા આપનાર ગુરૂને શિષ્યચોરીને દેપ લાગ્યો અને જૈન દર્શનકારેએ સાફ શબ્દમાં શિષ્યચોરી જણાવી, પરંતુ આર્યરક્ષિતસૂરિની દીક્ષાને અગ્ય ગણી નથી કે તેમને સાધુ માનવા નહિં તેવું કોઈ પણ સ્થળે જણાવ્યું નથી. ઉલટું તેઓ તો મહાન સમર્થ પૂર્વાચાર્યોમાં ગણાય છે. જૈનશાસ્ત્રોમાં ૧૬ વર્ષની ઉંમર સુધીજ વાલીની સંમતિ આવશ્યક જણાવી છે, એટલે આરક્ષિતસૂરિની ઉંમર દીક્ષિત થતી વખતે જે ૨૨ વર્ષની હોય તો શિધ્યારી કહેવાય નહિં. આથી શ્રી યુગપ્રધાન ચંડિકામાં દર્શાવેલ આર્ય રક્ષિતસૂરિની દીક્ષિત થતી વખતની ૧૧ વર્ષની ઉંમર યોગ્ય ઠરે છે. વધુ ખુલાસા માટે જુઓ શાસ્ત્રીય પુરાવા
સવ ત્યારે સારું શું ? જ સારું એ કે સંન્યાસ સંરક્ષક નિબંધ કરવો, ને જેને દીક્ષા લેવી હોય
તેની પાત્રતા–ોગ્યતા વિગેરે જોઈ છ માસ પરિક્ષા કરી ગુરૂ સંમતિ આપે. પ્રથમ માબાપની સંમતિ, પછી સંઘની સંમતિ. છ મહિના સુધીમાં યોગ્ય ન દેખાય તે બાર મહિના રાખે, પછી દીક્ષા આપે.
For Private and Personal Use Only