________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ લાલચથી કેટલાક કરે છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. છેકરે સગીર પણ માબાપની સંમતિ સાથે લઈએ છીએ એમ કહે છે. એમાં દીક્ષા વિક્રય પણ થાય. અડચણ દુર કરીએ તો પુન્ય, એટલે અમૂક રકમ . પણ આપે. સવધારે ચેલાવાળાને વધારે માન મળે છે ? જળ જનસમુહ કદાચ કહે તેથી શું ? પણ જીવન સુધરે તેવા યોગ્ય હોય
તે દીક્ષા આપવી. સંખ્યા વધારવી નહિં. હરિભદ્રસુરિજી કહે છે કે જૈન દીક્ષા રસાયણ છે, એટલે તે ગ્રહણ કર્યા પછી બરાબર પરહેજી રાખશે એટલે પાળશે તે તરી જશે, નહિંતર ગબડશે. માટે ક્રમે કમે ચડવું એ બહેતર છે. દીક્ષા એટલે ત્યાગ. વર્ષ તે સાધન છે. ચારિત્ર લીધા વિના ગૃહસ્થપણે પણ કેવળજ્ઞાન પામ્યાના દાખલા શાસ્ત્રમાં છે. લાવણ્યવિજયને છંદ દરરોજ સવારે શ્રાવકો બોલે છે, તેમાં લખ્યું છે કે યતિલક જે ચેલા વેચાતા લઈને દીક્ષા આપે છે, તે પિતાનું શું સાર્થક કરવાના હતા ? યૌવન વયે પણ માબાપને પૂછીને દીક્ષા લીધેલાના દાખલા મળશે. શીવકુમારને માબાપ રજા આપતા નથી, તેથી નિયમ લે છે કે જ્યાં સુધી રજા ન આપે ત્યાં સુધી આહારપાણી ત્યાગ છે. તેમને ભાઈબંધ છે, તે આવીને તેમને નમે છે. ત્યારે તેને કહે છે કે આ શું? ભાઈબંધ કહે છે કે તમે સાધુ છો. ત્યારે કહે છે કે શી રીતે ? ત્યારે તે બધી હકીકત સમજાવે છે. એ રીતે બે ઉપવાસ અને ત્રીજે દિવસે આંબેલ કરી એટલે લખું અનાજ ખાઈ આયુષ્ય પુરું કરે છે. પછી બીજા ભવમાં સુધમોસ્વામીની દેશનાથી વૈરાગ્ય થાય છે. પિતાના લગ્ન કરેલાં છે. ૩૨ કન્યાઓ પરણેલા છે. રાત્રે પ્રભવો ચોર ચોરી કરવા આવે છે ત્યાં પણ ધર્મની જ ચર્ચા સાંભળી પ્રભવો ચાર અને બધી સ્ત્રીઓ પ્રતિબોધ પામે છે અને દીક્ષા લે છે.
પિતાની સાસુની દીક્ષાનો દાખલો આપતાં જણાવ્યું કે મારા મામાજીનો વિરોધ હતિ તો પણ તેઓ અડગ રહ્યા. ૪૦ વર્ષની ઉંમર હતી. ત્રણ છોકરા હતા. ત્રણ વખત તેમને મારા મામાજી પાછા લાવેલા. મારી સાસુ જીવે છે. છેવટે થાકીને રજા આપી અને
રતલામમાં દીક્ષા થઈ સ, રતલામમાં પ્રતિબંધ છે ને ? જ પ્રતિબંધ છે પણ તપાસીને અપાય છે. પણ જેને ખરે વૈરાગ્ય થયે
હોય તેને કોઈ રોકનાર નથી.
For Private and Personal Use Only