________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. તે આવી ધાર્મિક સ્વતંત્રતાને બેડીથી જકડી લેવા વડોદરા સ્ટેટને પહેલ કરવાનું કોઈ કારણ નથી. આ ઠરાવથી એક વડોદરા રાજ્યની નહિં પણ સમગ્ર હિંદની જૈન કેમમાં વૈમનસ્યની લાગણી ઉત્પન્ન થશે. તેના વડે વડોદરા રાજ્યની સુન્દર કીતિને ધોઈ નાંખી, કલંકિત કરવાનું કાંઈ પણ કારણ નથી. આવા કૃત્રિમ ઠરાવથી મનુષ્યની સ્વતંત્રતા છીનવી લેવામાં આવે, તેનાથી સ્ટેટની કીતિને શા માટે જોખમમાં નાખવી અને કલંકિત કરવી?
હવે સાતમી બાબતમાં જોતાં, એક ધમમાંથી બીજા ધર્મમાં જતાં સ્ટેટ કેઈ જાતને અટકાવ કરેલ નથી. હિંદુ ખ્રિસ્તી, અને ખ્રિસ્તી તે હિંદુ થઈ શકે છે, તેવી રીતે મુસલમાન પણ થાય. આવી રીતે થવાથી ધર્મને સમૂલે ફેરફાર થાય છે, છતાં પણ કોઈ અટકાવ થતો નથી. તો પછી એક શખ્સને તેના ધર્મમાં શા માટે પૂર્ણ છુટ ન આપવી ? જૈન સાધુ તરીકેની દીક્ષા, તે સાંસારિક ઉપાધિમાંથી મુક્તિ છે, અને તે ત્યાગ અને આત્મભોગનું જીવન છે અને તે મુક્તિપદને માટે છે. મનુષ્ય જીવનને પાપવાસનામાંથી મુક્ત કરી, સેવાભાવના અને આત્મસમર્પણનું જીવન છે. પિતાની વાસનામાં રચ્યાપચ્યા રહેલા માણસો જોઈએ છીએ, કે પરમા
ત્માની અને જનસમાજની સેવાભાવનાવાળા પવિત્ર પુરૂષ જોઈએ છીએ ? આધ્યાત્મિક જીવનથી જ અને ઉન્નત ઉપચારથી જ (એકલા વિચાર નહિં, પણ આચારથી) મનુષ્યનું ઉંચ કલ્યાણ સધાય છે. આપણી પાસે પિતાના એકલા જીવનું કલ્યાણ ઈચ્છનાર નહિં પણ જનસમાજનું કલ્યાણ ઈચ્છનાર આત્મત્યાગી, સર્વસ્વને ભેગ આપનાર સાધુપુરૂષો હોય, તે આ દુનિયા ઘણી જ વિકાશ ક્રમમાં આગળ વધેલી, સુખી અને ફલપ્રદ હોત અને સેંકડો મનુષ્ય જીવનના કલહમાંથી ઉંચ સુખની પ્રાપ્તિ કરત અને માયાની જાળમાંથી છુટી જાત.
છેવટે આ સભાને હું વિનંતિ કરું છું કે—કેટલાક ચળવળીયા અને અશાંતિકર પુરૂષોએ ધાંધલ મચાવી અને આપના મગજ ઉપર કાંઈપણ જૈન દીક્ષા વિરોધી લાગણું ઉત્પન્ન કરી હોય, તે તેને મગજમાંથી કાઢી નાંખી ધાર્મિક બાબતમાં તટસ્થતા સ્વીકારી, અને જનસમાજને આપ પૂરવાર કરી બતાવો કે-વડોદરાની કાઉન્સીલને હૈયે ઐહિક સુખો કરતાં પારમાર્થિક સુખોની ગણના વિશેષ છે. અને બીજી કોઈ પણ કાઉન્સીલ કરતાં આ કાઉન્સીલને મનુષ્યત્વનાં ઉચ્ચામાં ઉંચ્ચા સુખોની વિશેષ કાળજી છે, એમ બતાવો. તેથી ધાર્મિક હિતને માટે તથા જનસમાજ તથા સ્ટેટના
For Private and Personal Use Only