________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીરી નહિં કરવાની પ્રથા ચાલતી આવે છે, તેમાં જે ભંગ કરવામાં આવે તે, લેના મગજ ઉપર સરકાર સામે વૈમનસ્ય ઉત્પન્ન થાય અને તેમની લાગણી ઉશ્કેરાય. અને જે સૂરકર એમ ધારતી હોય કે—ધાર્મિક બાબતેમાં આવા ઠરાવ કરવાથી અને લેની ધાર્મિક સ્વતંત્રતા ઉપર ત્રાપ મારવાથી તેને લાભ થશે, તે તેના ધારવા કરતાં તેને હાનિ વિશેષ છે, મનની અને વિચારની સ્વતંત્રતાને તેડી પાડવાને બદલે તેને વિશેષ છુટ આપવી જોઈએ,
હવે થી રીતે જોતાં, મનુષ્યના જીવનને અંતિમ હેતુ જવસ્તુ પ્રાપ્ત કરવી, અગર ધન, દોલત, વિદ્યા, વિજ્ઞાન, પ્રાપ્ત કરવું તે નથી–પરંતુ આધ્યાત્મિક પ્રગતિમાં જે ખરું સુખ છે, તે તેનું પરમ કર્તવ્ય અને અંતિમ આદર્શ છે. તેથી કોઈપણ પ્રગતિશીલ સરકારે કોઈપણ શમ્સના આધ્યાત્મિક ઉન્નતિના કાર્યમાં પ્રતિરોધ કર નહિ, આત્મા ઉપર માયાએ ઘણું અને નહિ ઈચ્છવાયોગ્ય આહણ કર્યું છે. હવે તે તે માર્ગમાંથી અટકવાને સમય છે. આધ્યાત્મિક નિર્વાણની પ્રાપ્તિ માટે ઐહિક સુખેને ભોગ આપવાથી ઉન્નતિ સધાય છે. ઐહિક સુખ નાશવંત છે અને પારમાર્થિક સુખ ચીરકાળ ટકે તેવું અને સ્થાયી છે. સાંસારિક સુખ આત્માની મુક્તિના સાધનમાં અંતરાયરૂપ છે, અને આધ્યાત્મિક જીવન તે ગતિમાં વિશેષ બળ આપી પરમગતિને પ્રાપ્ત કરાવે છે. તેથી પાશ્ચાત્ય ભાવોને મગજમાંથી કાઢી નાંખવા કાઉન્સીલને હું વિનંતિ કરું છું અને પૂર્વની સંસ્કૃતિના ભાવ ગ્રહણ કરી જે આર્યભૂમિએ અદ્યાપિ પર્યત નામના કરી છે, તેને કર્તવ્યતાના માર્ગે અન્ય દેશને અનુકરણીય બને, તેવી તિરૂપ તેને બનાવે,
હવે પાંચમી રીતે જોતાં, આ ઠરાવ દુનિયાની પ્રગતિમાં પણ એક અંતરાયરૂપ છે, જે મહાપુરૂષ થઈ ગયા છે, તેઓ તેમના દુધિયા દાંતમાંથી જ સાધુ થયા છે, પરંતુ મોટી ઉંમરે તેમણે સંસારત્યાગ કર્યો નથી. જે વખતે સાંસારિક જીવનની કલુષિતાથી મગજ મુક્ત હોય છે, તે વખતે નાનપણથીજ દીક્ષા લઈને ધાર્મિક ગુરૂઓનો પ્રાદુર્ભાવ થયો છે. જીવનના લેષથી જેમનું મન દગ્ધ થયું નથી અને નિર્દોષ છે, ત્યાંથી જ ધર્મભાવના જાગૃત થાય છે. આ કાઉન્સીલમાં જે ઠરાવ આવે છે, તે જે અમલમાં આવીને પ્રતિરોધ કરવામાં આવ્યા હત, તે દુનિયાના મહાન ગુરૂઓ જાતને મળ્યા ન હેત.
હવે છઠ્ઠી રીતે જોતાં, આ ઠરાવની હિંદમાં કઈ જેડી અગર દાખલ નથી. બ્રિટિશ હિંદ અગર તેટીવ સ્ટેટમાં કઈપણ ભાગમાં ધાર્મિક માન્યતા અને કાર્યની સ્વતંત્રતામાં અટકાવ કરનાર આ કાઈપણ ઠરાવ
For Private and Personal Use Only