________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯ મારે સાધુ પ્રત્યે દ્વેષ નથી. રામવિજયજીને હું મળ્યો નથી. વલ્લભવિજયજી મારા સંબંધી નથી. પરંતુ મને પિતાને લાગ્યું છે કે આ બાબત ખોટી છે માટે હું પ્રયત્ન કરું છું, ઠરાવો કરાવું છું અને હંમેશાં મારો પ્રોપેગેન્ડા ચાલુ છે. કુંવરજી જેવા પવિત્ર માણસની સામે આ અધમિ છે, નાસ્તિક છે, સાઠે બુદ્ધિ નાઠી છે એવા શબ્દો લખી, તેમને હલકા ચીતરાય છે અને છેવટે ભોંયણીમાં ઠરાવ કરી કુંવરજીભાઈને, મોતીચંદને, તેમના દીકરાને બધાને એમની
વાતમાં વિશ્વાસ લાવવો નહિં–એવું જાહેર કરાય છે. સ, સાધુઓમાં અનાચાર પેઠો છે તેમાં સંય કાંઇ કરી શકે કે નહિ ? જ સંધ કાંઈ કરી શકતો નથી તેથી જ સરકારને વચ્ચે આવવાની જરૂર છે. સ, જૈનોની વસ્તી કેટલી ? જ આખા હિંદુસ્તાનમાં ૧૨-૧ર લાખ. ૬ લાખ દીગંબર, ૬ લાખ
તાંબર. ગાયકવાડમાં ૫૦૦૦. મુંબઈ ઇલાકામાં બે લાખ. જેનોમાં બે પંથ; તાંબર અને દીગંબર. તાંબરમાં બે પંથ; સ્થાનકવાસી અને દેરાવાસી. બન્નેની વસ્તી સરખી. હું દેરાવાસી છું અને હું જે કહું છું, તે તાંબર મૂર્તિપૂજક પૂરતું જ છે.
આ આંકડા બરાબર નથી તે બાબત વિગતવાર યાદી માટે જુઓ પરિશિષ્ટ ન ૮. સ0 વડેદરા સ્ટેટ કાયદો કરે તો બધે અટકી શકે ? જ જરૂર, બીજા રાજ્યોમાં પણ આ વિષય ચર્ચાય. મ. આ રાજ્યનો માણસ બહાર દીક્ષા લે તે તે ગૃહે ગણાય કે કેમ ? જ હા. આપનાર, અપાવનાર અને લેનાર દરેક શિક્ષાને પાત્ર છે. જૂઓ
સુબા સાહેબની નેટીસ નીકળવાની વાત સાંભળતાં જ અમદાવાદ ચાલી ગયા. અમદાવાદના સંઘમાં વિરોધ છે કે કેમ ?
ચીમનલાલ કડી–અમદાવાદના સંઘે તો આ ખરડાનો વિરોધ કર્યો છે. સ, સ્થાનકવાસી સાધુ સંમેલન એટલે શું ? જ સ્થાનકવાસી સાધુઓનું સંમેલન રાજકોટમાં થયેલું ત્યાર પહેલાં પાલી
માં થયેલું અને તાજેતરમાં લીંબડીમાં થયેલું, તેમાં દીક્ષા સંબંધી
અને બીજા પણ ઠરાવ થયા છે. સસાધુ ઉપર ફરીયાદ થઈ શકે કે નહિ ? જ પોલીસ કેસ કરી શકે,
For Private and Personal Use Only