________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૦૦
સ, પિલાસ સાધુને પકડી શકે ? જ. સાધુ ગૂન્હો કરે તે પોલીસ પકડી શકે. ગૂન્હો કરે તે સાધુ ગણાય
જ નહિં. છોકરાં ઉપાડનાર સાધુને સાધુ તરીકે માની શકાય જ નહિં. તે સંબંધમાં કોઈપણ ફરીયાદ કરી શકે અને છેવટે પોલીસ પણ કેસ કરી શકે. મારે એવો ઈરાદે નથી કે કોઈ પણ માણસને શિક્ષા
કરવી. ખાત્રી પુરી કરવી કે જેથી નિર્દોષ માર્યો જાય નહિં. સ, કોઈ પણ સાધુ ધર્મ વિરૂદ્ધ ચાલે તે સંઘ બહાર કેમ નથી મૂકતા ? જ આમાં એકજ વાંધે છે કે તમે સંઘ અમને પૂછનાર કોણ ! એવો
જવાબ મળે છે. માટે જ સરકારે વચ્ચે આવવાની ખાસ જરૂર છે. સ, સુધારક કેટલા અને ઓર્થોડોકસ કેટલા ? જ ૮૦ ટકા સુધારક અને ૨૦ ટકા ઓર્થોડોક્સ. પરંતુ તેઓ અમા
રાથી નૈતિક બળમાં વધારે છે. ૫૦ ટકા વર્ગ બીલકુલ તટસ્થ છે. સામે પક્ષ શાસનપ્રેમી સંધ કહેવાય છે જ્યારે અમે અધર્મિ અને નાસ્તિક કહેવાઈએ છીએ. એમની પાસે લાખોના ફંડ છે, એટલે
અમારા પ્રયત્નો નિષ્ફળ જાય છે. સઠરાવ તોડે તેનો બહિષ્કાર કેમ કરતા નથી ? જ. પાટણમાં કર્યો પણ પરિણામે કેસ થયો અને સજા તથા દંડ થયાં. છે તેમને તે ફંડોની મદદ છે એટલે તે પહોંચી શકે. સ, ઉઘાડા કેમ પાડતા નથી ? જ શી રીતે પાડે ? ભળતા નામે આપે તે શી રીતે પકડાય ? સ, તમારામાં કરસનદાસ મુળજી જેવા હિંમતવાન સુધારકે છે ને ? જ વિચારમાં ઘણા છે પણ કાર્ય કરનારમાં થડા છે. સસામા પક્ષની સંસ્થા કઈ ? જ ધી યંગ મેન્સ જૈન સોસાયટી. દીક્ષા આપવામાં તે માને છે. વીર
શાસનમાં લખે છે કે શાસનનો નાશ કરશે એમ લાગે તો પણ દીક્ષા આપી શકાય, પતિત થશે એમ લાગે તે પણ દીક્ષા આપી શકાય. આવી આવી બાબતોમાં જ્યારે સંઘ કાંઈ કરી શકે તેમ ન હોય ત્યારે સરકારે વચ્ચે આવવું જ જોઈએ અને એવા પ્રકારોમાંથી બચવા
માટે સરકારના રક્ષણની જરૂર છે. સ૦ રતલામ અને જોધપુરમાં દીક્ષાને કાયદો છે? જ એક્કસ કહી શકું નહિં. સ, હવે બીજા કોઈ સગીરાના દાખલા છે? જ હા. ખંભાતના રતિલાલ નામના છોકરાને અમદાવાદમાં દીક્ષા આપેલી.
For Private and Personal Use Only