________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
લીધા સિવાય સૂત્ર સિદ્ધાંત ભણાવી શકાતા નથી. અમારા સૂત્ર સિદ્ધાંત એવા ગહન છે અને એમાં એવી વાત છે કે જેથી વ્યવહારમાં તેનો પ્રયોગ કરે નહિં, તેથી કરીને ત્યાગીઓને માટે જ તે ભણવાનું કહ્યું છે. કેટલાક વિદ્વાન થયા છે પણ ચારિત્રવાન થયા
નથી. માટે જ બાલ્યકાળ દીક્ષા માટે ઉત્તમ છે. સમહાવીર પ્રભુએ ૩૦ મે વર્ષે દીક્ષા લીધી હતી ને ? જ તીર્થકરને દાખલો અહિં ન લેવાય. તેઓ જન્મ્યા ત્યારથી તેમને મતિ,
શ્રુત અને અવધિ ત્રણ જ્ઞાન હતા. દીક્ષા લે ત્યારપછી મન:પર્યવજ્ઞાન થાય એટલે કે દરેકના મનની વસ્તુ જાણી શકે. અતુલ બળ કહેવાય
એટલે–એ પ્રમાણે કોઈ વર્તી શકે જ નહિં. સબાઈ જશી સંબંધી શું કહે છે ? જ મી. મહાસુખભાઈ કહી ગયા છે કે બાઈ જશીને નસાડી ભગાડીને
પાટણ લાવેલ, તે વાત ખેતી છે. તે બાઈ મારે ઘેર પાટણ આવી હતી. એટલે મારો જાત અનુભવ છે.
પાટણની એક બાઈ પાલીતાણું જાત્રાએ ગયેલ હતી. બાઈ જશી તેમને સ્ટેશન પર મળેલી. જાત્રા કરવાની ઈચ્છાથી તે બાઈની સાથે પાટણ આવી. સાંજ સુધી બાઈના ઘેર રહી. રાતના મારું ઘર પૂછતી મારે ઘેર આવી. મારે અને એને ઓળખાણ એ રીતે થયેલી કે ફાગણ સુદ પૂર્ણિમાને દિવસે શત્રુંજયની જાત્રા કરવા અમે ગયેલાં. ડુંગર ઉપર અમે ચડતાં હતાં ત્યારે અમારી પાછળજ તે બન્ને બહેનો હતી. દીક્ષા સંબંધી કાંઈક વાતચીત કરતા હતા, આગળ વીસામે જતાં અમે ઉભા રહ્યા. એ અરસામાં મુંબઈની એક બાઈ આ બહેનેની સાથે હતી, તે બાઈ, મારા ભાઈ કે જેમણે દીક્ષા લીધી છે, તેમના સહવાસથી મને ઓળખે. તેમણે કહ્યું કે આ બહેનને દીક્ષા લેવાના ભાવે છે અને છ વિગય ત્યાગી છે. બાપ પરણાવવા ઈચ્છે છે. મેં તે બાઈને બાબુની ધર્મશાળામાં મને મળવા આવવા જણાવ્યું. બાઈ જશી બાબુની ધર્મશાળામાં આવી, મને વાત કરી અને મુશ્કેલીઓ જણાવી. મેં કહ્યું કે ધીમે ધીમે બધું થઈ રહેશે. તમારા બાપને સમજાવજે. બાઈ જશી તેના ઘેર ગઈ. હું ત્યાંના બે ચાર આગેવાનોને મળ્યો અને બાઈને દીક્ષા લેવાના ભાવ છતાં તેને કેમ મદદ કરતા નથી ! તે બાબત જણાવી. છેવટે વ્રત ખંડન ન થાય તે માટેની પુરેપુરી કાળજી રાખવા ભલામણ કરી. ત્યારપછી હું બીજે ત્રીજે દિવસે પાટણ આવ્યા. તે પછી
For Private and Personal Use Only