________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
જ. ના. પદવીધરજ આપી શકે; પ્રાથમિક દીક્ષા તો મુનિ પણ આપી શકે.
વડી દીક્ષા આપતી વખતે પ્રાથમિક દીક્ષા આપનાર મુનિ હાજર હોય
તો પણ આપે અને હાજર ન હોય તો પણ આપે. સકાંઈ મુદત જોઈએ કે ? જ અભ્યાસ થઈ જાય તે ૧૭ દિવસનો કાળ, પછી જેવો શિષ્ય; છે
મહિનાથી વધારે વખત પણ થાય, બાર મહિના પણ થાય. મારા પોતાના કાકીએ ૧૫૧ ની સાલમાં દીક્ષા લીધી અને ૧૯૫ર ના
કારતક માસમાં વડી દીક્ષા થઈ. સવ ભેંચણીમાં સાધુઓનું સંમેલન થયું ત્યારે તમે ત્યાં હતા ?
હા, ભોંયણીમાં હું હતો. સવ એટલા બધા સાધુઓ શા માટે ભેગા થયેલા ? જ જુદા જુદા સંવાડાના સાધુઓ મહત્સવ નીમીત્તે ભેગા થયા હતા. સ. આ ઠરાવો કરવા નીમીતે તો ભેગા થયા નહોતાને ? જઇ તેવા સંકેત કરવામાં આવ્યું જ નથી. સ. શા માટે ભેગા થયેલા ? જ ચૈત્ર માસમાં અને આસો માસમાં નવપદની આરાધના થાય છે. નવ
પદ આરાધક સમાજ-મુંબાઈ તરફથી આ વિધિ કરે છે. મંત્રીએ શ્રાવકોને ગામેગામ મોકલે છે. અને કોઈ તીર્થસ્થાન હોય અને ત્યાં
આવો મહોત્સવ હોય ત્યારેજ મોટા પ્રમાણમાં સાધુઓ ભેગા મળે છે. સ. નિબંધનો વિરોધ કરવા મળેલાને? જ. ના, પણ જરૂરીઆત જોઈ નિબંધના વિરોધનો ઠરાવ કર્યો છે. સવ વડોદરા રાજ્યમાં આ નિબંધ આવે છે, તે તેઓ શાથી
જાણી શક્યા? જ તે બધા સાધુઓ જાણે છે. તેને વિરોધ પણ ઘણા સાધુઓએ લખી
મોકલ્યો છે. સ, બીજા ઠરાવો કરેલા? જ હા. બીજા પણ ઠરાવો કરેલા. સ. તેમાં શ્રાવકને સંબોધીને તીરસ્કાર કર્યો હતો કે ? જ તેવાઓની કાર્યવાહી તરસ્કાર પાત્ર છે, ધર્મ વિરુદ્ધ છે, એમ
જણાવ્યું હતું. સ. ૧૮ વર્ષ સુધી ઘેર રહે અને અભ્યાસ કરે, ત્યાર પછી દીક્ષા લે
તો શું થાય ? જ કોઈ આત્માને અને તેના માબાપને ઈચ્છા થઈ હોય કે મારે સાંસારિક
જ્ઞાન વધારવું નથી અને આ અભ્યાસ મુક્તિ મેળવવા માટે છે. સંજમ
For Private and Personal Use Only