________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
AY
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
જો--આપ સમજાવો. હા પાડે તો હું ખુશ છું. કહો તે લખી આપું. સ–દીક્ષા સારી છતાં આપનું કેમ મન થતું નથી ?
જ –અપાસરે મોકલું છું. ઈચ્છા કરે તો તુરત ખુશીથી હા પાડું, પણ ફરજ ન પડાય. મરજી વિરૂદ્ધ કરવું તે પાછો ભાગી આવે છે?
પછી સાક્ષીએ “અધ્યાત્મ કલ્પકુમ’ નામના મુનિસુંદરસૂરિના ગ્રંથ ઉપર મેતીચંદ કાપડીયા સોલીસીટરે લખેલી પ્રસ્તાવના વાંચી કહ્યું કેમોતીચંદભાઈ વિલાયત ગયા તે પહેલાં તેમના આવા વિચાર હતા, હવે બદલાયા હોય તે તે જાણે. તે પછી ડૉ. પીટરસન વગેરેના અભિપ્રાયો ટાંકી જણાવ્યું કે અમુક અમુક કારણોથી બાળદીક્ષા આવશ્યક છે. વળી એજ બુકમાં લખ્યું છે કે બાળકોને ધર્મમાં જેડે તેજ ખરાં મા બાપ. જે અંતરાય કરી સંસાર સમુદ્રમાં ફેકે તે—
બાપ નહીં પણ દુશમન ! મે -ધર્મશાસ્ત્ર ઉપર વ્યાખ્યાન કરીને શું કામ વખત લ્યો છો ? તેની અમને જરૂર નથી. પુછીએ તેને ખુલાસો કરે તે સારું. ૧૮ વર્ષની નીચેનાને અયોગ્ય દીક્ષા અપાય છે એવા દાખલા આવ્યા છે. તમે શું કહો છો?
જ–ર૦ વર્ષનો હોય ને ગલ્લો મારે કે ૧૫ વર્ષ ! તો માની લેવું ?
મે. ગો–પુછીએ તેનો જવાબ ન આપો ને બીજી વાતો કરે તે ઠીક નહીં. ના પાડે તે ન પુછીએ.
એફીડેવીટ લે સાક્ષીએ કહ્યું કે-આક્ષેપ કરનારાઓ ગમે તેવું છેટું જણાવી નાની ઉમર લખાવે છે, તેથી પાપડી સાથે ઈયળ બફાઈ જાય તેવું થાય છે. ૪૩ વર્ષની બાઈને ૧૭ ની કહીને દાખલા આપ્યા છે, તેમાં ખચકાતા નથી તેના ઉપર આપ ભોસો રાખે? જેવી આપની ઈચ્છા ! હું તે કહું છું કે જે અમને ન્યાય કરવો હોય, તે જે લોકો આવા બનાવો કહી ગયા તેની એફીડેવીટો લો, તોજ ન્યાય મળશે. તે કહે કે નસાડી ગયા ને અમને કહો કે સાબીત કરે–એ શી રીતે કરીએ? હું કહું છું કે-જે સાધુઓ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે તેમને સાંભળો, તેમના પૂરાવા લો અને બાળ દીક્ષિતોને પણ સાંભળો.
મે. ધુરંધર–એ વાત ચાર વખત તમે કહી.
For Private and Personal Use Only