________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
સતમે કહી શકે છે કે ગુરૂઓ શિષ્ય મેહથી દીક્ષા નથી આપતા ? જ. મારી પાસે એવું જ્ઞાન નથી કે જેથી હું તેઓના હૃદય પારખી શકું. સ. કેઈ અયોગ્ય કરતું હોય તે તેને ઉઘાડા પાડવા માટે તમારે તે દરેક
ખરું કહેવું જોઈએ. જ હું એજ કહું કે આપ અમારી ખરેખરી દરેક હકીકત સાંભળે. અને
તેના ઉપર ખૂબ વિચાર કરે. સ. સાધુ સંમેલન વડોદરામાં મળેલું તે સંબંધી જાણો છો ? જ. તેમાં હું નહોતો, પણ ચોપડી વાંચેલી છે. સ. એક મહિનો પાસે રાખી, પરિક્ષા કરી દીક્ષા આપવી એવો ઠરાવ
થયેલ છે? જ શબ્દો આપવામાં આવે તે કહું.
આ સંબંધી જે કહું તે એ સંધાડાના સાધુઓને કે કોઈપણ સાધુને બંધનકારક ગણવું નહિ. કારણ મારી જાતમાહિતિ નથી. એ ઠરાવોનો અમલ થયો નથી. ઠરાવો કર્યા હોય તો પણ આત્મારામજી મહારાજના એકજ સંઘાડાએ કરેલ છે, એટલે તે બીજાને બંધનકર્તા નથી. દ્રષ્ટિ
એક થયા વગર આ ઝઘડા ઉકલે એમ મને લાગતું નથી. સ” ત્યારે તે સરકારે વચ્ચે પડવું જોઈએને? જ કલહ કરનારને રોકવા જોઈએ કે બીજાને ? જે ન્યાય યુક્ત હોય, એવો
અભિપ્રાય આપ ભલે કરે. ન્યાયસર કરે તે મંજુર છે. આજ્ઞા પત્રિકામાં શરૂઆતમાંજ આમ થયું છે વિગેરે સૂચક અભિપ્રાય આપ્યો છે તેથી મને બહુ નવાઈ લાગે છે. ગામડાઓમાં પ્રચાર મેં કરેલ અને હું ગયેલો ત્યારે મને અનુભવ થયેલો. લેકે કહેતા કે અમારા
મહારાજા સાહેબનો એવો હેતુ છે ત્યાં અમે શું કરીએ ! ગોવિંદભાઈ તેવું નથી. ધર્મ સારો છે એમ શ્રી સરકાર માનેજ છે. માત્ર તેમાં
મલીનતા પેસી ગયાની ફરીયાદ છે, તેની તપાસ કરી દુર કરવાનેજ ઈરાદો છે, અને તે તો તમે પણ કબૂલ કરશો કે “બેટું નથી.”એમ કહી
સાક્ષીને સાધુસંમેલનના ઠરાવની ચાપડી આપવામાં આવી. જ આ ચોપડી અસલ નથી.
અ રા. વાડીલાલ વેવે જણાવ્યું કે તે બીજી આવૃત્તિ છે અને મૂળ
ચોપડી બરાબર છે. ગોવિંદભાઈ–વાડીભાઈને કહ્યું કે “આપ તે સંબંધી માહિતગાર છે?” વાડીભાઈ-હા. તે વખતે અયોગ્ય દીક્ષાની પ્રવૃત્તિ શરૂ થયેલી અને તેથી
રાજદરબારે જવું ન પડે અને તેથી ધર્મની અવહેલના ન થાય તેથી
For Private and Personal Use Only