________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ. એવા બાળકને દીક્ષા આપવી એ તમને એગ્ય લાગે છે ? જ. મને તો લાગે છે કે દીક્ષા માટે સારામાં સારો વખત જ એ છે. તે
બધું સમજે છે. માબાપ પણ સમજાવે છે અને તે રસ્તે વાળે છે. છતાં વૈરાગી હોય તોજ દીક્ષા આપે છે. ધંધે પણ પિતાની બુદ્ધિથી જ
લાગે છે અને આગળ વધે છે. સતો પછી બંધ કરવામાં સમજે તેમ ભણી, સમજી દીક્ષા લે તો શું? જ. દુનિયામાં જન્મેલો દરેક માણસ ધંધે કરવા જ સરજાયેલે છે એ
કેમ મનાય ? દીક્ષા લેવી એટલે બધા પાપનું પ્રાયશ્ચિત કરવું. એમાં એવા કયા અનિષ્ટો છે કે બાળકને તેમ કરતાં અટકાવવો
જોઈએ ! આ તે ધર્મ ઉપર આક્રમણ કરવા જેવું થાય છે. સ. અધિવેશન વિરૂદ્ધ કાંઈ ઠરાવ થયેલા કે ? જ અધિવેશન વિરૂદ્ધ કઈ બોલ્યું જ નથી. સવ અયોગ્ય દીક્ષા થાય છે ખરી કે ? જ થાય. મે સમુદાય તેથી કઈ વખતે બને, પણ તે દીક્ષા જ ન
કહેવાય. મરજી વિના-લાયકાત વિના–પાળી શકે તેમ ન હોય, તેવાને
આપે તો વ્યાજબી કહેવાય નહિં. સ દીક્ષા સંબંધમાં ઝઘડા ચાલે છે? જ ઝઘડા છે, પણ તે દીક્ષાને લીધે જ છે તેમ ન કહી શકાય. કારણ
ઘણાં હોય. જ્યાં બંધારણ હોય ત્યાં ઝઘડા પણ થાય. એક અયોગ્ય
માણસ હોય તો પણ ઝઘડો ઉભો કરી શકે છે. સવ બાળકને ગુરૂ પિોતાની પાસે રાખે, ભણાવે, વૃત્તિ જુએ અને પછી ૧૮
વર્ષે દીક્ષા આપે તો શું ? જ ન બની શકે. કારણકે ગુરૂ પાદવિહારી હોય, એક ગામથી બીજે ગામ
ફરતા રહે, જેથી જેને દીક્ષા લેવી હોય તેને જેડે ન રાખી શકે. એટલે સાધુ થાય તો જ સાથે રહી અભ્યાસ કરી શકે. ગુરૂએ કર્મની નિર્જરા ખાતર દીક્ષા લીધી છે, એટલે તેની ખાતર તે મોહ રાખે તેટલું પાપ તેમને થાય છે. સંસ્કારમાં અમૂક દિવ્ય શક્તિ છે અને તે સ્વીકારાયેલી છે. એ કક્ષામાં દાખલ થયા પછી ઉત્તરોત્તર તે
વિકાસ પામે છે. ગૃહસ્થાશ્રમમાં તેમ બની શકતું નથી. સ, લાયકાત જોવા માટે પાસે રાખે ને ? જ લાયકાત જોવા માટે શ્રાવકને પાસે રાખી શકે જ નહિં. પરિચયે
કલાક બે કલાક પિતાની પાસે આવે જાય–ઉપદેશ કરે તે ભલે. પણ કોઈને ખાવા-પીવાની જોખમદારી તે ન રાખી શકે. એટલે કે સંપૂર્ણ પાસે તે ન જ રાખી શકે,
૧૭
For Private and Personal Use Only