________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
મેટાઈ મેળવવામાં મશગુલ બની છે. કેટલીક જગાએ રોજની એ ધમાલથી પણ પ્રબ કંટાળી ગઈ અને તે પ્રજાએ “ સર્વસમાન ” નો માર્ગ સ્વીકાર્યો, તેમાંયે શાંતિ મળતી નથી. ત્યાંયે હજુ માંહોમાંહે કાપાકાપી અને બીજાનું પચાવી પાડવાની વૃત્તિઓ ઉદ્દભવ્યા કરે છે, કારણ કે તે પ્રજાનો જડ સાધનો ઉપરનો મોહ કાંઈ ઘટક્યો નથી, એટલે એમજ બને એમાં નવાઈ પણ શું ? આ બધા અનર્થોથી આર્યાવર્ત અત્યાર સુધી બચેલું છે. અને તે બધાયે પ્રભાવ આર્યાવર્તની પ્રજાના લોહીમાં દાખલ થયેલા એ જડ ચીજોની નશ્વરતા અને તેથી તેના ત્યાગની ભાવનાનો છે. આ નિબંધ એ ત્યાગને સજાપાત્ર ઠરાવે છે. અને મારે જણાવવું જોઈએ કે જે આ રીતે રાજ્યસત્તાઓ પિતાના બળથી પ્રજાજીવનમાં પ્રરૂપેલી ત્યાગની ભાવનાને દબાવતી જશે તે પાશ્વાન જગતના વિષમ વાયરાને હાથે કરીને જલ્દી નોતરશે. અને આ નિબંધ જડવાદની ભાવનાને પુષ્ટ કરનાર હોવાથી અપર હિતના ખાતર પણ તે રદ કરવો જોઈએ.
૮ જિનાજ્ઞાને જ ધર્મ માનનાર છે. મૂ. જેનોને પિતાના ધર્મની આજ્ઞાઓને ભંગ કરવા કાયદાથી રાજ્ય ફરજ પાડે છે,
અમે છે. મૂ. જૈનોના ધર્મશાસ્ત્રોમાં આશા છે કે “ જે શ્રાવક બાળપણામાં ત્યાગ (દીક્ષા) ન લઈ શકે તો “ઠગા માને. ” આ આજ્ઞાનું સાર્થક જેમ બને તેમ જલ્દી ત્યાગ અંગીકાર કરવામાં જ છે. પરંતુ સર્વત્યાગના બેયવાળા હોવા છતાં પણ લાખો જેને અશક્તિએ આજે સંસારમાં રહી એ પર્વ ત્યાગની શકિત કેળવી રહ્યા છે અને કેટલાક આત્માઓ પૂર્વભવોમાં એ તૈયારી કરીને આવેલા હોવાથી, શાસ્ત્રાજ્ઞા મુજબ ઉંમરે આવતાં જ તે માર્ગે વળે છે. આ ત્યાગ માર્ગ પતિનું વલણ તે જિનાજ્ઞાને જ આભારી છે અને આ નિબંધ તે જિનાજ્ઞા મુજબના વર્તનને ભંગ કરવા ફરજ પાડે છે. વળી શ્રીમંત સરકારે એક બીજી વાત પણ વિચારવી ઘટે છે કે દરેક આર્ય મનુષ્યના હૃદયમાં તેના ધર્મની આજ્ઞાએ, જે કે તે પાલન પણ ન કરી શકતો હોય તે પણ તેના ધર્મની આજ્ઞાઓ માટે તેને અતિશય માન અને પૂજ્યભાવ હોય છે. એક વખત આ અદ્રષ્ટ પણ હૃદયથી સ્વીકારાયેલી ધર્મ સત્તાની આરા પ્રત્યે કાયદાથી પણ બેવફા બનવાનું તત્ત્વ રાજે મનુષ્યના મગજમાં દાખલ કર્યું તે દિવસે દિવસે વધતાં વધતાં બધે જ એ સ્થિતિ લાવશે. ભાવિ શાંતિને ખાતર પણ આ તત્વ દાખલ થતું અટકાવવાની શ્રીમંતે સરકારને હું વિનંતિ કરું છું.
(૨૩) ૧. સગીર દીક્ષાથી કોઈપણ પ્રકારનો અનર્થ થયાને સાંભજે નથી અને આ નિબંધને ટેકો આપનારમાંના કોઈએ તેવો પુરા
For Private and Personal Use Only