________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
પણ રજુ કર્યો નથી. અને ૨૫૦૦ વર્ષથી ચાલતી આવેલી પરમ પવિત્ર સંસ્થાના કોઈ સભ્યથી વખતે કોઈ અપવાદિક દાખલે બને, તે તેથી તમામ સગીરોના આત્મકલ્યાણના માર્ગના દ્વાર બંધ કરવા વાજબી તે નજ ગણાય. કેટલાયે વ્યાપારીઓ વ્યાપાર કરતાં દેવાળાં કાઢે છે તેથી આખી વ્યાપારી આલમ એવી છે એમ ન કહેવાય અને તે બંધ પણ ન થાય. આ સિવાય દુન્યવી ઘણું ખરી શુદ્ધ પ્રવૃત્તિમાં તો અયોગ્ય તો દાખલ થઈ ગયાં છે, પણ તેથી સમાજ તે આખીયે પ્રવૃત્તિનો નાશ ન કરી શકે.
૨. વળી આ નિબંધ સ્ત્રીઓને માટે પણ અનર્થ રૂપ છે, કારણ કે અમારી કામમાં પુનર્લગ્ન થતાં નથી અને કર્મના યોગે કોઈપણ સ્ત્રીને વૈધવ્ય પ્રાપ્ત થાય તે બીજી કોમમાં તેનું આખુંય જીવન નિરસ અને અપમાનિત બની જાય છે. અમારામાં સ્ત્રીઓ માટે પણ સાધ્વી સંસ્થાની સગવડ હોવાથી, તેવી સ્ત્રીઓ પોતાનું જીવન આત્મકલ્યાણના પવિત્ર માર્ગે માન ભરી રીતે ગાળી શકે છે. આ નિબંધ જે કાયદાનું રૂપ લે તે સ્ત્રી સમાજને માટે ભયંકર નુકશાન કર્તા છે.
૩. વળી આ નિબંધ બીને જરૂરી અને અમારા ધર્મ શાસ્ત્રોથી વિરૂદ્ધ હોવા છતાંયે જૈન કુળમાં જન્મવા માત્રથી જૈન તરીકે ઓળખાતા પિતાના સ્વાર્થની ખાતર પોતે કેન્ફરન્સ કે યુવક સંઘમાં દીક્ષા માટે ઠરાવ કર્યો, પણ ધમ સમાજે તે સ્વીકાર્યો નહિં. એથી મમત્વની ખાતર અલ્પ સંખ્યામાં હોવા છતાંયે તેને ટેકો આપ્યો છે. આ સ્થળે મારે જણાવવું જોઈએ કે જો તેઓનો ઠરાવ વ્યાજબીજ જરૂરી અને ધર્મશાસ્ત્રો મુજબનો. હોત, તો આખોયે સમાજ જરૂર સ્વીકારત. પણ તેઓ તે અર્થકામની લાલસા ખાતર ધર્મના સિદ્ધાંતથી વિરૂદ્ધ વર્તન કરવાનું સમાજને માથે ઠેકી બેસાડે, તે ધર્મપ્રેમી જૈન સમાજ માને પણ શી રીતે ? એટલે હવે તેઓ આ નિબંધનું સ્વરૂપ જાણવા છતાંયે, મેં ઉપર જણાવ્યું તે કારણોથી આખીયે સમાજ પાસે ધર્મ વિરુદ્ધની આચરણા ફરજીઆત રાજ્યસત્તા દ્વારા કરાવવાને તૈયાર થયા છે, પરંતુ ધર્મવર્તનમાં દરેક સ્વતંત્ર છે. ધર્મપ્રેમી સમાજ તે દીક્ષાવિરોધીઓને તેમની ઈચ્છા વિરૂદ્ધ બળાકારે વર્તાવવા માંગતો નથી. અને તે યોગ્ય છે તે જે જૈન શાસ્ત્રારા મુજબ વર્તવા તૈયાર છે અને જે આજ્ઞાઓને કબુલ કરે છે તેવા ધર્મપ્રેમી જૈન સમાજથી જે તે કહેવાતા જૈનો જુદા પડી દીગબર, સ્થાનકવાસી માફક વર્ત, તેમાં અને કોઈપણ પ્રકારનો વાંધો નથી અને જો તેઓ આ પ્રમાણે વર્તે તે સમાજમાં તેઓએ ઉત્પન્ન કરેલે કલેશ તુરતજ શમી જાય અને શાંતિ પથરાય.
For Private and Personal Use Only