________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
તેમણે જાત ઉપર પિતાના ચારિત્ર, તપ અને જ્ઞાનના પ્રભાવે અનેક ઉપકારો કર્યા છે અને વર્તમાનમાં કરે છે. જગતના દરેક ધર્મના ત્યાગી વર્ગ માં સામાનઃ અપેક્ષાએ મહત્તમ સ્થાન ભોગવતાં ત્યાગીઓનો મોટો ભાગ નષ્ઠિક બ્રહ્મચારીઓનો જ હોય છે. આ નિબંધ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન અટકાવે છે.
૨, ૧૮ વર્ષની ઉંમર સુધીમાં થતા પાપકર્મથી બચવા માટેના ખાસ આલંબનનો ફરજીયાત મનાઈ થાય છે.
શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યું છે કે સંસારની દરેક પ્રવૃત્તિમાં આરંભ સમારંભ હોવાથી તે પાપરૂપ છે અને પાપના કારણભૂત કવાય આદિ શત્રુઓને વશ મનુ બચપણથી જ હોય છે. ઉંમરની વૃદ્ધિની સાથે પુદગલની શકિતઓ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ વિશેષ પાપક્રિયાઓ વધતી જાય છે. આ વધતી પાપક્રિયાઓના અટકાવને એકજ માર્ગ સંસારથી અલગ થઈ ત્યાગમાર્ગની ઉપાસના કરવાનો છે. પાપ માર્ગથી એકાંતે બચવાના પવિત્ર ત્યાગ માર્ગ ઉપર આ નિબંધથી અંકુશ મુકાય છે.
૩. અભ્યાસ અને ઉત્તમ સંસ્કાર પ્રાપ્તિ માટેની સર્વોત્તમ બાલ્યવયમાં સર્વોત્તમ સાધનની સાધનાથી દુર રાખે છે.
પાંચ વર્ષથી અઢાર વર્ષની ઉંમર સુધીને કાળ ભાવી જીવનની તૈયારીનો સર્વોત્તમ સમય છે. શ્રીમંત સરકારે પણ તે વસ્તુને ફરજીયાત કેળવણીનો કાયદો કરી સ્વીકારેલી છે. ભાવી ગૃહસ્થ જીવન ઉત્તમ પ્રકારે જીવવાની પૂર્ણ તૈયારીઓમાં મદદ કરવા જે રાજ્ય ફરજીયાત કેળવણીને કાયદો કરે, તે જ રાજ્ય ઉત્તમ પ્રકારનું આખુયે ત્યાગી જીવન જીવનના પૂર્ણ અભિલાષી આત્માઓના પુણ્ય માર્ગમાં મદદ કરવાને બદલે અટકાયત તો કમજ કરી શકે ? અને બાળ દીક્ષા એ સર્વોત્તમ સંસ્કાર અને તેને ખીલવવા માટે મેળવવાના જ્ઞાન માટેની સર્વોત્તમ શાળા છે અને આ નિબંધ તે શાળામાં દાખલ થતા આત્માઓને અટકાયત કરે છે. ૪. પિતાના પાલ્યને સ્વપ૨ હિતના માર્ગે વાળવાના પાલકના
સ્વાભાવિક હક્કને છીનવી લે છે. પિતાના આશ્રિત બાળકનું હિત શામાં છે તે તેના વાલીઓ આશ્રિતને સ્વભાવ, વર્તન અને બુદ્ધિ ઉપરથી જાણી શકે તેટલું જાણવાનું બીજાએને માટે અપાય છે. આજે પણ વાલીઓ બાળકોના સ્વભાવની પરિક્ષા કરી, તેનું મગજ જેમાં વધારે રસ લે છે તેવાજ ધંધાઓમાં જોડવાને સ્વતંત્ર છે. આ સ્વતંત્રતાને ઉપયોગ તે વાલી પિતાનાજ કુટુંબના લાભાર્થે
For Private and Personal Use Only