________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४ જૈનધર્મની બાળદીક્ષા અનર્થકારી નથી, પણ અર્થસાધક છે!
: લેખક : અમીચંદ ગોવિંદજી શાહ, .AJ... ઍડવોકેટ.
નવાપુરા–સુરત,
(૧)
ના. ગાયકવાડ સરકારનો દીક્ષા પ્રતિબંધક નિબંધ’ બાળદીક્ષાથી થતા માનેલા અનર્થોને કારણમાં જણાવી બહાર પાડવામાં આવ્યું છે, માટે બાળદીક્ષામાં અન છે કે કેમ તે તપાસવાની ખાસ જરૂર છે. પહેલી જ તકે આપણે જણાવી દેવું જોઈએ કે જે અનર્થોની હયાતિ માની લેવામાં આવી છે તેમાં ગંભીર ભૂલ અને ગેરસમજ છે. બાળદીસાથી કેઈપણ અનર્થ કે નુકશાન થયું જ નથી. એવો એક પણ ખલે મેજુદ નથી. પ્રથમ તે બાળદીક્ષિતોની સંખ્યાજ એટલી બધી અલ્પ છે કે આંગળીને ટેરવે ગણી શકાય, અને બાલ્યવયમાં દીક્ષા લેનારા પણ કઈકજ મહા પુણ્યશાલી અને ઉત્તમ સંસ્કારવાળા આત્મા હોય તોજ નીકળી શકે છે. જૈન દીક્ષા કાંઈ સહેલી વસ્તુ નથી અગર જે ફોસલાવવા-લલચાવવાનું કહેવામાં આવે છે તેવું કાંઈ પણ નથી. જૈન દીક્ષા સમજનાર અગર તેની કાર્યવાહીથી માહીતગાર આ બાબત સહેલાઈથી સમજી શકે તેમ છે. તે પછી આટલો બધો ઘંઘાટ કેમ ? ઉત્તમ ધર્મકરણીમાં, શુદ્ધ વાતાવરણમાં અને ઉંચા પ્રકારની આત્મિક ઉન્નતિની કેળવણીમાં એક બાળક મરજીપૂર્વક પોતાના વડીલની રજાપૂર્વક કવચિજ પ્રવેશ કરે, તેમાં રાજ્યનો પ્રતિબંધ કેમ સંભવે ? આવા સુસંસ્કારિત અને પવિત્ર જીવન જીવવામાં અનર્થ શું તે સમજવું મુશ્કેલ છે. કોઈને એવું સમજાવવામાં આવતું હોય કે_બાળકનું જીવન બંધનયુક્ત થઈ જાય છે અને તેમાંથી તેની નીકળવાની ઇચ્છા છતાં નીકળી શકાતું નથી તો તે પણ તદ્દન ખોટું છે. અને એવી બેટી હકીકતો જનસમાજ સમક્ષ ઇરાદાપૂર્વક રજુ કરી વ્યવસ્થિત રીતે ગેરસમજ ઉત્પન્ન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. કોઈપણ દીક્ષિત દીક્ષા લીધા પછી પાછે સંસારમાં ચાલી જવા માગતા હોય તે તેને કોઈપણ રોકી શકતું નથી. વળી જે ઉપાશ્રયમાં સાધુઓ રહે છે ત્યાં હર કોઈ ટાઈમસર શ્રાવકો ખુશીથી જા આવ કરી શકે છે, દીક્ષિતે સાથે વાતચીત કરી પરિચયમાં આવી શકે છે, માટે જે કોઈ દીક્ષિત પર કલ્પી લીધેલું કેઈપણ પ્રકારનું બંધન હોય તેમ તો જણાયું નથી. તો પછી આવા ઉત્તમ જીવનમાં વાંધો છે ?
For Private and Personal Use Only