________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
એવું પણ કાઇક ઠેકાણે સાવવામાં આવે છે કે-બાળદીક્ષિત સંસારમાં પાઠે આવે તે તેની જીંદગી ર થઈ જાય છે અને તેના સાંસારિક હક્કો નષ્ટ થઈ તૈય છે. આ હકીકત પણ ઉધે રસ્તે દારવનારી છે, કારણ કે-એવું બન્યાને એક પશુ દાખલા નધી. છતાં એમ માની લઈએ તા તેને માટે તા કાયદો એમ હોઈ શકે કે કાઈપણ દીક્ષિત સંસારમાં પાછા આવે તેા તેના મિલ્કત સંબંધીના કાઈપણ સાંસારિક હકકાને વાંધા આવશે નિહ. આવા કાયદા જો બહાર પાડવામાં આવે, તે અમુક દ્રષ્ટિએ કાંઈક તેને માટે કહી શકાય. પર ંતુ તે મુજબ નહિં કરતાં બાળદીક્ષા સામે જે પ્રતિબંધ મૂકવા નિબંધ મૂકાયા છે તે તેા તદ્દન અયેાગ્ય અને ધાર્મિક માન્યતાઓના મૂળ પર વગર કારણના એક ક્ટા છે. ના. ગાયકવાડ સરકાર આવા નિબંધ અમલમાં મૂકી જૈનાની લાગણીઓને આધાત પહોંચાડી તેએાની શાસ્ત્રીય માન્યતામાં દખલગીરી નહીંજ કરે, એ આશા વધુ પડતી નહીં ગણાય.
કહેવાની જરૂર ભાગ્યેજ હાય કૈ–દુનિયાના મહાન પુરૂષ ઘણે ભાગે બાળપણના ઉત્તમ સંસ્કારાને લઇનેજ થયા છે. અત્યારના જૈન સમર્થ આચાયો પૈકીમાંથી પણ ઘણા બાળદીક્ષિતા છે અને ભવિષ્યમાં પણ જૈન સંસ્કૃતિ ના રક્ષક અને પાકા પણ તેવાઓમાંથીજ થશે, એમ માનવાને ઘણાં કારણા છે. તો પછી આર્યસંસ્કૃતિને પાપનાર અને ઉત્તેજક ના. ગાયકવાડ સરકાર જેવા મહાન રાજ્યને આવી ઉત્તમ અને પરમ પવિત્ર વસ્તુમાં આડ ઉભી કરવાને વિચાર થાય એ બહુજ ખેદજનક બીના છે. અને એકતરફી સાંભળીને તેવા વિચાર પર આવવાનું બન્યું હોય તેા વગર વિલંબે ખરી હકીકતથી માહેતગાર થઇ દીક્ષા પ્રતિબંધક નિબંધ' જેવા કાયદાને ધારાપોથીમાંથી દૂર કરી જૈનસમાજની અંતરઆશિષ મેળવવાની આવશ્યકતા છે.
(૨)
પ્રતિબંધનું કાંઇજ કારણ નથી !
ચાલુ સમયમાં જ્યારે દરેક કામ પોતાના ધાર્મિક સંસ્કારો અને માન્યતાઓના રક્ષણ અને બચાવ માટે આકાશ-પાતાળ એક કરી રહી છે, ત્યારે કમનસીબ જૈનસમાજમાં, જૈનજાતિમાં જન્મવા માત્રથી જૈન હેવાતાએ જૈન ધર્મના ઉત્તમ અને પરમ પવિત્ર સિદ્ધાંતાને નાશ કરવા-કરાવવા પોતાનું સર્વ સામર્થ્ય વાપરી રહ્યા છે અને એવા જૈન તરીકે જગતમાં ઓળખાતા હોવાથી મુશ્કેલીમાં ઘણા વધારા થાય છે.
For Private and Personal Use Only