________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
૧૩. આઠ વર્ષથી સોલ વર્ષ સુધીનો બાળક અમુક સંજોગોમાં ગુનોગાર થઈ શકે છે. ત્યાં જે બાળક સમજપૂર્વક કાર્ય કરતો હોઈ શકે, તો જૈન દીક્ષા જેવા પરમ પવિત્ર અને નિર્દોષ માર્ગમાં બાળકની સમજણ હેવામાં શું બાધ આવી શકે?
૧૪. વગર સમજે બાળક દીક્ષા લે તો ક્યાં સુધી ટકી શકે છે કારણ કે દીક્ષિત જીવનમાં તો દરેક પ્રકારનું સંયમ અને ઈકિયેના તમામ વિષચોથી અલગ રહેવાનું છે અને દુનિની દ્રષ્ટિએ શુષ્ક દેખાતું તેવું જીવન આનંદથી પસાર કરનાર બાળકને અણસમજુ કયી રીતે કહેવાય?
૧૫. હરકેઈ દ્રષ્ટિએ જૈન દીક્ષા જેવા પવિત્ર અને નિર્દોષ જીવનમાં કોઈપણ પ્રકારના નુકશાન કે હાનિની સંભાવના પણ નથી.
તે સિવાય આ નિવેદન સાથે મારા તરફથી પ્રસિદ્ધ થવા મોકલી આપેલાં બે લેખો મેકલ્યા છે. જણાવેલી હકીકતો પર પણ આપેલા બે લેખો મોકલ્યા છે. તે લેખમાં જણાવેલી હકીકત પર પણ આપ સાહેબનું ખાસ ધ્યાન ખેંચું છું. આશા છે કે-આપ તમામ હકીકતોને લક્ષમાં લઈ “દીક્ષા. પ્રતિબંધક નિબંધ'ને રદ કરી, જૈન જેવી શાંત અને ધર્મપ્રિય સમાજના હૃદયનો ફફડાટ દૂર કરી તેમની ધાર્મિક સ્વતંત્રતામાં આવતે અંતરાય દૂર કરશે.
For Private and Personal Use Only