________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરિત છે. સાબરમતી નદી અને તેની શાખાપ્રશાખાઓ આ સંસ્થાનનાં પશ્ચિમ અને દક્ષિણનાં મેદાનમાં થઈને વહે છે.
વ્યવહારનાં સાધન અમદાવાદથી પ૫ માઈલ દૂર આવેલા આ રાજ્યના હિંમતનગર સ્ટેશને અમદાવાદ-પ્રાંતીજ રેલવે દાખલ થાય છે જે ૪૦ માઈલ આગળ જઈ અંતઃપ્રદેશના ખેડબ્રહ્મા સ્થાને વિરમે છે. આ લાઇન ઉપર ઇડર અને વડાલી એ અગત્યનાં સ્ટેશન છે. સંસ્થાનના અંતર્ગત પ્રદેશમાં ઠેરઠેર નિયમિત મોટર સર્વિસની બસો આવજા કરે છે. એ ઉપરાંત અમદાવાદથી હિંમતનગર સુધીને, વર્ષાઋતુ સિવાય નિયમિત ચાલુ એક ગાડામાર્ગ પણ છે.
પ્રાચીન અને ઐતિહાસિક સ્થળે ખેડબ્રહ્મા, શામળાજી, ભવનાથ વગેરે યાત્રાનાં પુરાતન પ્રસિદ્ધ સ્થળે આ સંસ્થાનમાં જ આવેલાં છે. ખેડબ્રહ્મા એ રેલવેનું સ્ટેશન છે અને ભવનાથ તથા શામળાજી સુધી મોટરને રસ્તા છે. મજકુર સ્થળોએ યાત્રાળુઓને મંદિરના સંચાલક તરફથી ઉતારાપાણીની દરેક પ્રકારની સગવડ આપવામાં આવે છે. ઉપરોક્ત ત્રણે સ્થળો એતિહાસિક દષ્ટિએ પણ અગત્યનાં છે કારણકે ત્યાં પુરા તન મંદિર અને પ્રાચીન કળાના સુશોભિત અવશેષો આવેલા છે.
તદુપરાંત હિંમતનગર, ઈડર, વડાલી, દાવડ, વડિયાવીર, કસનગઢ, આગિયા, મટોડા, પાંથલ, પિશીના, દેલવાડા, દેરેલ, પ્રતાપગઢ, રાયગઢ, ભિલોડા, ભેટાલી વગેરે બીજાંપણ ઐતિહાસિક અગત્યનાં સ્થળો છે. આ સર્વેમાં રેડાના પ્રાચીન અવશેષો તે ઇતિહાસ, કળા અને પ્રાચીનતાની ત્રિવિધ દષ્ટિએ સર્વથી વધારે અગત્યના છે.
For Private and Personal Use Only