________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭) आयसे ताम्रपात्रे वा सैंधवं दधिमर्दितम् । कांस्यपृष्टे निशाकृष्णे त्वंजनं चाक्षिशूलहृत् ॥ ३७ ॥ रसांजनाभयादारुगैरीकं सैंधवान्वितम् । जलपिटै बहिर्लेपः सर्वनेत्रामयापहः ॥ ३८ ॥ अक्षास्थिसारयष्टयाब धात्री मरिचतुत्थकैः। जलपिष्टैः कृता वर्तिस्तिमिराणि व्यपोहति ॥३९॥ व्योषं संचूर्ण्य सिंधूत्थत्रिफलांजनंसंस्थितम् ।
गुटिका जलपिष्टेयमंजनात्तिमिरापहा ॥ ४० ॥ ૧. તલનાં ફૂલ એંશી, પીપરના દાણું સાઠ, જાઈના ફૂલની કળીઓ બત્રીશ, મરિયાં દાણું સેળ, એ સર્વને લઈને બારીક વાટી તેની ગેળી બાંધવી. એ ગોળી પાણીમાં ઘસીને આંજવાથી તિમિર રિગ મટે છે. મધમાં ઘસીને આંજવાથી આંખમાં પડેલું ફૂલ મટે છે. બકરીના દૂધમાં ઘસીને આંજવાથી રતાંધળ મટે છે, અને ગાયના મૂત્રમાં ઘસીને આંજવાથી ચીપડા મટે છે.
૨. બેઢાંના બીયાની મીજ, જેઠીમધ, મરિયાં, હરડે, મોરથુથું, એ ઔષધે સમાન લઈને તેની ગોળી કરવી. આ ગોળી પાણીમાં ઘસીને આંખે આંજવાથી તિમિર રોગ મટે છે.
૩. સમુદ્રફેન, ત્રિફલા, વાવડીંગ, રસાંજન, નવીન શખની નાભિ, મનશીલ, ધતુરાનાં જીડવાં, શુંઠ, પીપર, મરી, કૂકડીનાં ઈડાનાં ફેતરાં, એ સર્વ સમાન ભાગે લઈ તેને સારી પેઠે બારીક વાટીને ગોળી બનાવવી. એ ગોળી આંખે આંજવાથી તિમિર રોગ, વાત નેત્ર રોગ અને તેથી ઉપજેલી ચળ, પડળ, આંખમાંથી નિરતર પાણી નીકળ્યા કરતું હોય તે રોગ, એ સર્વ જલદીથી મટી જાય છે.
૪. સિંધવ, શુંઠ, પીપર, મરી, હરડે, બેઢાં, આમળાં, એ ઔષધેને પાણીમાં બારીક વાટીને આંખોની બહાર તેને લેપ કરવાથી સઘળા પ્રકારના નેત્ર રોગ દૂર થાય છે.
પ. હરડે, દારુહળદર, પીપર, કાયફળ, શુંઠ, મરી એ સર્વેને તેલમાં શેકીને પછી પાણીમાં વાટવું. એ લેપ આંખ ઉપર કરવાથી તિમિર નામને રેગ દૂર થાય છે.
For Private and Personal Use Only