________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ ) ૧ ગુંઠ, સંચળ, હિંગ, હરડે, ઈદ્રજવ, વજ, એ ઔષધને કવાથ મધ સાથે પીવાથી પિત્તાતીસાર મટે છે.
૨ જેઠીમધ, સાકર, લેધર, કમળ, એ એષધેનું ચૂર્ણ કરીને તેને કઈ પણ મધુર રસવાળા પદાર્થ સાથે પીવાથી રતાતીસાર અને પિત્તાતીસાર મટે છે.
૩ જાબુડાના ઠળિયા, આંબાની ગોટલી, દ્રાક્ષ, હરડે, પીપર, ખજાર, શીમળાની છાલ, બીલી, પીપળાની છાલ, ઉમૈડાની છાલ, એ ઔષધો સમાન ભાગે લઈને તેનું બારીક ચૂર્ણ કરીને મધ સાથે ખાવાથી રકતથી તથા પિત્તથી ઉત્પન્ન થયેલે માટે અતિસાર મટે છે.
૪ શલરી (?), બેરડી, જાંબુડે, પીપરનું વૃક્ષ (૬), આંબે, સાદડ, એમાંથી હરકોઈ એકની છાલ કચરીને દૂધ તથા મધ સાથે પીવાથી રકતાતિસાર મટે છે. કેમકે તેમાંનું દરેક ઔષધ રકતને અટકાવનારૂં છે.
૫ કાળા તલનું ચૂર્ણ કરીને તેમાં સાકર નાખીને ઘી તથા દૂધ સાથે પીએ તે તત્કાળ રકતને અટકાવે છે.
કફના અતીસારનું લક્ષણ, दुर्गधः शीतलः पांडुः पिच्छलो मंदवेदनः । मलः स्यादिति विज्ञेयं श्लेष्मातीसारलक्षणम् ॥ ४ ॥ કફાતીસારનું લક્ષણ એવું જાણવું કે, તેમાં ઝાડાના રોગીને મળ દુર્ગધિવાળે, ઠડે, ધૂળે, અને ચીકણે થાય, તથા રોગીને પીડા થોડી થાય.
કફના અતીસારના ઉપાય. अभयातिविषा विश्वा वचासिंधु सुवर्चलः । चूर्णमुष्णांभसा पीतमिदं श्लेष्मातिसारहृत् ॥ ४८ ।। पथ्या पाठा वचा कुष्टं चित्रकः कटुरोहिणी। चूर्णमुष्णांभसा पीतं श्लेष्मातीसारनाशनम् ।। ४९ ।। अभयातिविषा हिंगु सौवर्चलकटुत्रयम् । एतचूर्ण सुतप्तांभःपीतं श्लेष्मातिसारहत् ॥ ५० ॥
For Private and Personal Use Only