________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
૨. પ્રજોત્પત્તિ એટલી ઝડપથી કરવી કે પ્રતિસ્પધીઓને કેવલ લેક
સંખ્યાના બળ પર જ દબાવી દેવા, અગર ૩. પ્રતિસ્પધીઓને અનેક પ્રકારની લુચ્ચાઈ ભરેલી યુક્તિઓ કરી
ફસાવવા અને મોટા મેળવવી.
તેમાંથી પહેલે માર્ગ દેખાવમાં રૂપાળો છે, છતાં તે માર્ગનો અવલંબ કરનાર પ્રાણીવર્ગનો હંમેશાં નાશ થાય છે. સૃષ્ટિમાં જોઈએ તે વ્યાધ્ર સિંહાદિ જાતિઓને અને મનુષ્યમાંના લડાયક વર્ગને નાશ થએલે દેખાઈ આવશે. બીજ માર્ગથી જનારી જાતિઓ આ સૃષ્ટિમાં ચીરંજીવ થએલી દેખાશે, અને ત્રીજા માર્ગથી જનારા માનવવર્ગે પિતાની બુદ્ધિના સામર્થ્ય પર પિતાના કરતાં બલવાન પ્રાણીવર્ગ ઉપર સૃષ્ટિમાં કંઈ નહિ તે આજ તે વિજય મેળવ્યો છે, એવું તે ચેક્સ દેખાય છે. મેચનિકાફ જેવા ઇંદ્રિય વિજ્ઞાનવેત્તા બતાવી આપે છે કે માનને જે કામ કરવું છે તે દષ્ટિએ તેમનું શરીર ઘણું જ અગવડતા ભરેલું છે. ઈતિહાસ તરફ જોઈશું તો સ્પેન્સરના સિદ્ધાંતને જરા પણ અનમેદન મળતું નથી. ઇતિહાસમાં જ્યાં જ્યાં કાલ્પનિક પ્રગતિ, ત્યાં ત્યાં નાશ એ ત્રિકાલાબાધિત સિદ્ધાંત દેખાય છે. પ્રગતિ કરી કે નાશ થયોજ સમજો, પછી નાશ પણ પ્રગતિમાંની એક સ્થિતિ છે એમ કહેવું હોય તે ભલે ! હિંદુઓએ અને ચીની લેકિને કિંચિત કાલ સુધી પ્રગતિ કરી અને ત્યાંજ અટક્યા, તેજ સમાજે આજે પૃથ્વીતલપર અસ્તિત્વ ધરાવે છે. ગ્રીક અને રેમન લેકે સતત પ્રગતિ કરતા જ ગયા અને વિનાશ પામ્યા ! કારણ, અમે પાછળ કહ્યું છે તે પ્રમાણે પ્રગતિ એ સૃષ્ટિને નિયમ નથી, એ એક હર્બર્ટ સ્પેન્સરને માત્ર મત જ છે. પરંતુ હર્બર્ટ સ્પેન્સર અને સૃષ્ટિ એ કંઈ સમાનાર્થ શબ્દ નથી. ઉલટું આજ જોઈશું તે એકજ સમાજના જે કંઈ થરો દેખાય છે, તેમાંથી પણ આપણી દૃષ્ટિએ જે શ્રેષ્ઠ મનાય છે તે તે થરે ધીમે ધીમે ઓછી થતા જાય છે, તેનું કારણ એ લેકેની પિંડાત્મક અધોગતિ હશે એવું મેજર ડાર્વીન પિતાને સુપ્રજાજનના
For Private and Personal Use Only