________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1જયનારા
***
એ આખો નીતિશાસ્ત્રનો પાયો જ ઉખડી જાય છે ! પછી બાકી જે રહ્યું તે સમાજશાસ્ત્ર ! ! વળી એકંદરે બધાની પ્રગતિ થાય છે એમ કહેવાનો કંઈ જ અર્થ નથી.
“કોઈ પણ રચના અગર સેંદ્રિય પ્રાણી તદ્દન સાદી રચનામાંથી ઘણી જ ગુંચવાળા ભરેલી (Complex) રચનાવાળાં થવાં એ સર્વ ઠેકાણે પ્રગતિને નિયમ દેખાય છે.” એમ હર્બર્ટ સ્પેન્સર કહે છે. આ હર્બર્ટ પેન્સરનું પ્રગતિ વિષયક વેદવાક્ય થયું. ગમે ત્યાં જુઓ ! પ્રથમ એકાવયવી પિંડ (unic llular) અગર રચના ઉત્પન્ન થશે, પાછળથી એજ પિંડ અનેકાવવી ( multicellular) થઈ પ્રગતિ કરશે. સૃષ્ટિના ઈતિહાસમાં ગમે તેટલું બારીકાઈથી જોઈશું તે પણ આ નિયમ સાચે છે એમ દેખાતું નથી. કેટલાક પ્રાણીવર્ગ જીવન ટકાવવા માટે અને કાવયવી બન્યા, તેમ છતાં સર્વ પ્રકારના રોગ જંતુઓ એકાવયવીની સ્થિતિમાં જ જીવન ધારી શક્યા છે. વધુ બારીક નિરીક્ષણ કરીશું તે રોગ જંતુઓ જ સૃષ્ટિમાં સર્વથા વિજયી થાય છે, એમ પણ દેખાશે. જેને પ્રગતિપ્રિય પ્રાણી કહેવામાં આવે છે તેની કિંચિત્ કાલ પ્રગતિ થઇ, તેઓ સૃષ્ટિમાંથી સમૂળગા નાશ પામે છે. આ સિદ્ધાંતને ભૂસ્તર વિદ્યામાંથી જોઈએ તેટલા પુરાવા મળી શકે છે. સૌરિઅન કાલમાં જે મેટાં મોટાં પ્રચંડ પ્રાણુઓ થઈ ગયાં તેના હાડકાંઓ જ માત્ર આજે પણ ભૂપૃષ્ઠના થરમાંથી મળી આવે છે, પરંતુ તે પ્રાણુઓ તે કયારેય જગતના પટ પરથી નષ્ટ થઈ ગયાં છે. જે રોગ જંતુઓએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાણ લીધે હશે, તે રિગ રેગજંતુઓની જાતિઓ હજુ પણ અસ્તિત્વ ધરાવી રહી છે. મનુષ્યજાતિ નિસર્ગમાંની બધી જાતિઓ કરતાં વધુ દુબળી છે. તેથી તેમાં જણાતી નૈસર્ગિક લુચ્ચાઇ પણ ખુબ પ્રમાણમાં વધી છે ! સૃષ્ટિમાં જીવન ટકાવી રાખવાના ત્રણ માર્ગો છે; ૧. કાંડાના બલ પર પ્રતિસ્પધીઓનો નાશ કરી વન ટકાવી રાખવું,
For Private and Personal Use Only