________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
૫૩
પરંતુ ઇતિહાસ તો તેમ કહેતા નથી. પ્રગતિ એ શી ભાંજગડ છે અને તે કેમ બને છે એ વાત આજના પ્રગતિવાદીઓ અમારા જેવા પ્રાકૃત માણસને સ્પષ્ટ કરી નહિ કહે કે ? પરંતુ એક વખત પ્રગતિની કલ્પના મગજમાં જડ ઘાલી બેઠી એટલે પછી થયું. જે આજના પ્રવાહ સાથે તણું જાય તે પ્રાગતિક ! અને આજના પ્રવાહ સાથે તણવા જે તૈયાર નથી એ પરાગતિક ! એવું સમીકરણ (Equation) થઈ બેઠું છે. આ સમીકરણની દ્રષ્ટિએ ઈતિહાસનો અર્થ સમજીશું તે ઘણી રમૂજભરી બાબતે પ્રતીત થાય છે. મોગલ સામ્રાજ્યને ચારે તરફ અમલ ફેલાવા લાગ્યા પછી અને સર્વ રજપુત રાજાઓએ એ ભયંકર મેજા સામે માથું નમાવ્યા પછી એ ભયંકર વંટોળીઆ સામે છાતીને જ ગઢની દિવાલ બનાવી સામે થનાર એક જ વીર સિસોદીઆ કુલના મહારાણા પ્રતાપસિંહ એ પરાગતિક ! ત્યારે અકબર પાદશાહને મદદ કરનારે પેલે દેશદ્રોહી અને ધર્મદ્રોહી અંબરને માનસિંહ એ પ્રાગતિક ! હિંદુઓની શિખા માટે લઢનારા બાપા રાવળના વંશજો ! તમે અમેરિકા જઈ ઉદાર મતો કેમ શિખ્યા નહિ ? પ્રોટેસ્ટન્ટ ધર્મ માતબર થયા પછી તેની સામે થનાર કેથલિક અગર કેથેલિક ધર્મ ઉચ્ચ હોવા છતાં તેને વિરોધ કરનારા પ્રોટેસ્ટન્ટ એ પરાગતિક ! આપણું સ્મરણકાલમાં જ જન્મથી મૃત્યુ સુધીના સર્વ નૈતિક મૂલ્ય યુપીઅન પદ્ધતિ પર લઈ જવાં જોઈએ, એવા પ્રકારના મતને પ્રચાર કરનારા મહાત્મા એ પ્રાગતિક અને જતિયુક્ત હિંદુસમાજની ઘટના સાથે મેળ નહિ લે એવા રીતરિવાજેનું અનુકરણ અમે નહિ કરીએ એમ કહેનારા, જુની પદ્ધતિ પ્રમાણે ચાલનારા લેકે પરાગતિક અગર પેલી પ્રચલિત થએલી ગાળ વાપરીએ તો તેમને સનાતની કહેવા! ગૌતમ બુદ્ધ, અશોક, મૌર્ય વગેરે લેક પ્રાગતિક! અને તેમની સામે થનારા કુમારિક ભદ્ર, શંકરાચાર્ય વગેરે બધા પરાગતિક! તેની સાથે હરવિલાસ સારડાના વિવાહ વિષયક બિલને વિરોધ કરનારા સનાતની અને મુસલમાન એ પરાગતિક! કેવી સુંદર જોડી ! ! પ્રાર્થના
For Private and Personal Use Only