________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~
~
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર હેવી જોઈએ એની રૂપરેખા જ મૂળ સમજાતી નથી તેનું શું? જે પ્રગતિના નામથી આટલા ગોટાળા ઉત્પન્ન થાય છે તે પ્રગતિ સંબંધી સ્પષ્ટ કલ્પના યુરેપના તત્ત્વોને પણ આવી લાગતી નથી! અહીંના સુશિક્ષિત વર્ગની એવી સ્થિતિ થઈ છે કે એકાદ દેષ સનાતની અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં સમાન હશે, તે પણ સનાતનીઓને દેવ તુરત જ દેખાશે, પણ પાશ્ચાત્યને દેષ લવલેશ પણ દેખાશે નહિ. ઉદાહરણાર્થ જગતની ઉત્ક્રાંતિ વિશે બોલતાં દરેક તત્ત્વને કયાંકથી તે શરૂઆત કરવી પડે છે જ. પોતે અમુક ઠેકાણેથી શરૂઆત કરી છે એમ કહી તેથી પહેલાંનું હું જાણતો નથી એમ તે એ કહેતો જ હોય છે, પરંતુ તેથી પહેલાં શું હતું એ પ્રશ્ન તે પૂછવાનો રહે જ. આપણને જે કઈ પૂછે તે પ્રશ્ન પૂછનારને મૂર્ણપણનું પ્રશસ્તિપત્ર આપી
પેન પૂજૂ' એ ન્યાયને અવલંબ કરવાને. પરમેશ્વર આ જગતને કર્તા છે એમ જે કઈ ધાર્મિક મનુષ્ય કહે તે આપણે એની મશ્કરી કરવી, પરંતુ પિતે ગૃહીત લીધેલી પ્રકૃતિ (matter) વગેરે ક્યાંથી આવ્યાં એ પ્રશ્નોને જવાબ ન આપવો એ તો એક અજબ જ ન્યાય છે !
ઠીક, અહીંના વિદ્વાનના ગુરૂગ્રહે આ પ્રગતિની કલ્પના કેટલી સ્પષ્ટ હતી અને છે તેનો વિચાર કરીએ. હર્બર્ટ સ્પેન્સર કહે છે કે, ઉત્ક્રાંતિને જુવાળ એવો છે કે જે વસ્તુઓને આપણે માનવી સમાજમાં કનિષ્ટ ગણીએ છીએ તે ધીમે ધીમે નષ્ટ થતી જઈ માનવપ્રાણીની પૂર્ણાવસ્થા નક્કી આવવાની છે.” ભલે આવે બિચારી ! પરંતુ હજાર વર્ષો પછી જે પૂર્ણાવસ્થા નક્કી આવવાની છે તે માટે અપૂર્ણાવસ્થામાં હોવા છતાં આચાર અને વિધિનિષેધના નિયમનું પાલન કરવું નહિ એમ તેણે કયાંય લખ્યું હોય તો તે અમારા વાંચવામાં આવ્યું નથી પ્રાચીનની કલ્પના તરફ જઈશું તે મનુષ્યનું પૂર્ણત્વ દર્શાવનારે કૃતયુગ આગળ થઈ ગયો છે એમ તેઓ માનતા. હિંદુઓના મહાભારતાદિ ગ્રંથમાંથી આ કપનાને આધાર મળે છે.
For Private and Personal Use Only