________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨.
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
યુરેપના તત્ત્વોના મગજમાં પ્રગતિની કલ્પનાઓનો સંચાર થયો હતો. તે જ પ્રગતિની કલ્પના તેઓ અહીં લાવ્યા અને અહીંના સ્વયંમન્ય નેતાઓ-એટલે સર્વથી વધુ બૂમરાણ કરનારાઓએ—તે કલ્પના માન્ય કરી અને હજુ પણ કરે છે ! પ્રગતિ શબ્દ બધાની જીભ પર નાચવા લાગે અને હજુ પણ નાચે છે. પરંતુ એ પ્રગતિ' શબ્દથી આગળ કેઈએ વિશેષ વિચાર કર્યો દેખાતું નથી. ગતિમાન જગતમાં ગતિ તે હોય જ, પરંતુ તે પ્રગતિ કેવી રીતે થવાની છે તેનો વિચાર કોઈએ નથી કર્યો. પ્રગતિ થવાની છે તે કેની ? ચેય કયું ? કે એક સરખી પ્રગતિ જ થતી જવાની ? આજે જે પ્રગતિની વાત થઈ રહી છે તેને નથી દિશા કે નથી એય! તે પ્રગતિનો માર્ગ કયો ? તે માર્ગથી ઈષ્ટ સિદ્ધિ થશે જ એનું પણ પ્રમાણુ શું ? યુરેપના સમાજેની સૃષ્ટિ તરફ જોવાની દૃષ્ટિ અને ધ્યેય ભિન્ન હોવાથી તેમની નીતિ અનીતિની કલ્પનાઓ, તેમના રીતરિવાજે વગેરે દરેકેદરેક બાબતમાં અત્યંત ફેરફાર દેખાવા લાગ્યા. જેટલું યુરેપની સમાજરચનાની પદ્ધતિને મળતું તેટલું હિતકારક, સુધરેલું અને પ્રગતિકારક એવું સંભળાવા લાગ્યું; તેથી પ્રગતિની કલ્પનાનો થડે વિચાર કરીએ તે તે અસ્થાને નહિ ગણાય. સમાજના પ્રવાહમાં જે તણાતે જશે તે જ પ્રગતિપ્રિય ! એવી આજની પરિસ્થિતિ છે અને તે પ્રવાહને જે વિરોધ કરે તે રૂઢીચુસ્ત અથવા અર્થસૂચક છતાં દૂષણરૂપ મનાએલા શબ્દમાં કહીએ તો “સનાતની” છે.
પ્રગતિની આ ભાંજગડ જરા સમજાય તેવી નથી. સર્વ સાધારણ
સૃષ્ટિની પ્રગતિનો પ્રશ્ન મૂકી માનવવંશની
પ્રગતિના પ્રશ્નનો વિચાર કરીએ તે પણ પ્રગતિ
વધારે બંધ થાય તેમ નથી. મનુષ્ય સુધર્યો
એટલે શું થયું? શું એ શારીરિક દષ્ટિએ વધુ સુદઢ અને સુંદર બને ? શું એના મગજની વૃદ્ધિ થઈ? શું
For Private and Personal Use Only