________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
૪૩ nananan
^^^^^^
એની નીતિકલ્પનાઓની શક્યતા વધુ છે? વગેરે સર્વ દૃષ્ટિથી માનવનું પરીક્ષણ થવું જોઈએ. તેની સાથે પ્રગતિ કોને કહે છે, એની કલ્પના શી હતી, અને શી છે, તે તત્ત્વચિંતકે પણ જાણે છે ખરા–એ બધું સમજી લેવું જોઈએ. ખરેખર તો આજના સમાજમાં જોઈએ તે કઈ પણ વિષયના બે ચાર જંગી અને ભવ્યાભાસિ શબ્દો વાપરવા સિવાય વધુ વિચાર કેઈએ કર્યો જણાતો નથી.
કેવલ શારીરિક દૃષ્ટિએ પણ આજનો માનવવંશ ૨૦૦૦૦ વર્ષ પહેલાં થઈ ગએલા માનવવંશ કરતાં વધુ સુદઢ અને સુંદર છે એમ કહી શકાશે નહિ. ભૌતિક સુધારણાથી અલંકૃત થએલા માનવીની પંચેન્દ્રિઓની શક્તિ આગળના માનવવંશની શક્તિ કરતાં દેખીતી રીતે ઓછી છે. બૌદ્ધિક શક્તિ વિષે પણ તેવું જ છે. બૌદ્ધિક વિષયોની અને સંગ્રહ કરેલા જ્ઞાન (additive knowledge )ની વૃદ્ધિ થએલી દેખાય છે, પણ મૂલભૂત શક્તિઓને વિકાસ થએલે લાગત નથી. ગ્રીસ દેશમાં અપકાળમાં પુષ્કળ શ્રેષ્ઠ બુદ્ધિના પુરુષો થઈ ગયા, ત્યારે વધુ નહિ–તે તેની તોલે આવે એવા લોકો આજના સમાજમાં દેખાવા જોઈએ. કાલિદાસ અગર શેકસપીચર કરતાં જર્જ બર્નાડ શા કે હેત્રી ઈબ્રેન વગેરેનાં મગજ વધારે શકિતમાન છે એમ કહી શકાશે ખરું ? ટોલેમી, આર્યભટ્ટ કે વરાહમિહિર કરતાં સર જેમ્સ જીન્સ, સર આર્થર એડીંગટન કે આલબર્ટ આઈન્સ્ટાઈન વગેરેના મગજની નૈસર્ગિક શકિત કંઈ વધુ નથી ! બે હજાર વર્ષો સુધી માણસના મન પર અધિકાર ચલાવનારા અને મનુષ્યસમાજમાં ઉત્પન્ન થનારા બધા નૈતિક પ્રસંગને વિચાર કરનાર જ્ઞાનકોષ તૂલ્ય મહાભારત જેવા ગ્રંથની તેલે ઉતરે અને સમાજના બધા થરને ( Strata)
સ્પર્શી શકે એવું સમર્થ વાડમય કાં નિર્માણ નથી થતું? કે તેની તેલે આપણે- સુશીલેચા ઈશ્વર” કે “અટકેપાર ” મૂકીશું? આજ
૧ મરાઠી સાહિત્યમાં આ બે ઉચ્ચ કેટીમાંની નવલકથાઓ મનાય છે.
For Private and Personal Use Only