________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુચાનું સમાજરચનાશાસ્ત્ર
unamannimmmmmmmmmmmm
બહોળા પ્રમાણમાં ઉત્પન્ન થવા લાગ્યું નથી. પદાર્થ વિજ્ઞાનશાસ્ત્રને સમાજની પ્રક્રિયામાં જે અધિકાર છે તે જ આ શાસ્ત્રને છે.
અહીં એક વાતની નેંધ લેવાની ઈચ્છા થાય છે, તે એ કે આજ શાસ્ત્રીય પ્રગતિ જે કંઈ થઈ છે તે અહીં સુધીના શાસ્ત્રમાં જ થઈ છે. આ ક્ષેત્રમાં પણ પ્રગતિ સૃષ્ટિના નિયમો સમજી લઈ તેનું પાલન કરવાથી જ થઈ છે, ઉલંઘન કરીને તે નહિ જ. હવે પછીનાં શાસ્ત્રના અધિકારની દષ્ટિએ માનવાની જે પ્રગતિ થશે તે પણ સૃષ્ટિના નિયમો સમજી લઈ તે પાળવાથી જ, નહિ કે તેમનું ઉલ્લંઘન કરવાથી. - અહીંથી સજીવ પ્રાણીઓ સંબંધી (Self regulating forces) જ્ઞાનની શરૂઆત થાય છે. માનવી સમાજના દરેક અંગને પ્રાણીશાસ્ત્ર સાથે સંબંધ છે. માનવીની કોઈ પણ હીલચાલ લે, તેના મૂળમાં પ્રાણુશાસ્ત્ર અને તેના એક અંગ રૂ૫ માનસશાસ્ત્ર એ બંને રહ્યાં હોય છે. શરૂઆતમાં જ અસંખ્ય પ્રશ્નો ઉભા થાય છે – ૧. માનવપ્રગતિ પરિસ્થિતિને મૃદુ કરવાથી થશે કે વ્યક્તિને વધુ
કઠેર બનાવવાથી થશે ? ૨. માનવમાં સમ્પ્રવૃત્તિ કે કુપ્રવૃત્તિ હોય છે તે શું અનુવંશથી
પિંડમાં ઉતરે છે કે પરિસ્થિતિ ભિન્ન હોવાથી, પરિણામે
ઉપન્ન થાય છે ? ૩. સૃષ્ટિમાં પ્રગતિનું શું સ્વરૂપ છે? ૪. સમાજરચના વ્યક્તિાપ્રધાન હેવી જોઈએ કે સમૂહપ્રધાન હેવી
જોઈએ? ૫. સમૂહો આનુવંશિક તો પર હોવા જોઈએ કે બીજા કોઈ તો
પર હોવા જોઈએ ? ૬. માનવ એ નિસર્ગતઃ સમાન છે ? જો ન હોય તો શિક્ષણથી
સમાન બનશે ખરા ?
For Private and Personal Use Only