________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
બાબતોમાં નિયંત્રણ કેવી રીતે કરી શકશે એ કહેવું ઘણું જ અઘરું છે. પરંતુ આજની નીતિ મૂળમાં જ આધ્યાત્મ વિરહિત હેવાથી રાજસત્તા નીતિનું નિયંત્રણ કરે છે, એમ માનીએઃ પરંતુ આધ્યાત્મ વિરહિત નીતિ એટલે શું એનો વિચાર નીતિપ્રકરણમાં કરીશું. વારૂ, પાશ્ચાત્યકાની સત્તાની કલ્પના આવા પ્રકારની છે. એ સત્તાની કલ્પનામાં વ્યક્તિત્વ પણ છે અને તેથી જ એ વ્યકિતને ઉત્કર્ષ પણ થતો ગયો. અહીં પણ અમે આગળ કહ્યા પ્રમાણે પાશ્ચાત્ય અને પૌવંત્ય રાજ્યકર્તાઓની સમાજ તરફ જોવાની ભિન્ન પદ્ધતિને લીધે બંનેની સત્તાવિષયક કલ્પનાઓમાં ફરક પડયો. હિંદુઓને મનુષ્યપ્રાણએના કોઈપણ અનુભવ તરફ દુર્લક્ષ કરવું હતું અને સર્વ પ્રકારની માનવીભાવનાઓનું સમાધાન કરી શકે એવી રાજસત્તા ઉત્પન્ન કરવી હતી. તેથી તેમને રાજસત્તા એ સર્વતંત્ર સ્વતંત્ર એવું એક યંત્ર નિર્માણ કર્યું નહિ. માનવોના સર્વ અનુભમને શ્રેષ્ઠ એવો જે આધ્યાત્મિક અનુભવ, તેની જ જે સમાજરચનામાં વ્યવસ્થા નથી તે રચનાને રચના પણ શી રીતે કહી શકાય એ સમજાતું નથી. આજને યુરેપીઅનસમાજ અનૈતિક (non-moral) થયો છે. આનું મૂખ્ય કારણ સમાજપરની સત્તાનું સ્વરૂપ કેવળ એહિક અને અનૈતિક છે એ તો નહિ હેયના ? હિંદુઓની રાજસત્તા વિષયક કલ્પનાઓ અન્ય કલ્પનાઓ કરતાં શ્રેષ્ઠ શા માટે છે એની ચર્ચા ક્ષત્રિય પ્રકરણમાં કરીશું.
1 Heredity & Selectiou in Sociology-Chatterton Hill
For Private and Personal Use Only