________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
કરીએ. પહેલા ટપ્પામાં મનુષ્ય વ્યકિતપ્રધાન સ્થિતિમાં હતું એમાં બીલકુલ તથ્ય નથી. માનવસંતતિનો વિચાર કરી આગળ એ અમે બતાવી ગયા છીએ, કે વ્યકિતપ્રધાન સ્થિતિમાં માનવવંશ જીવતો રહી શકે એ અશક્ય છે, પરંતુ માનવ તેવો હતો એમ ગૃહીત માનીએ તે પણ એવો મનુષ્ય કયારે અને કયાં હતો એમ એ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અમે પાછળ બતાવી ગયા છીએ તે પ્રમાણે સૃષ્ટિમાં માનવસદશ તિર્યોનીસુદ્ધાં સમાજ બાહ્ય સ્થિતિમાં દેખાતી નથી. પ્રો. કાર સિન્ડર્સ કહે છે કે, “ કુટુંબ અને કુટુંબના સમૂહે પોતપોતાના નક્કી થએલા ભૂમિભાગમાં હરણ, માંસ અને બીજા અનેક પ્રકારનું અન્ન અમયુગના (Paleolithic age ) આરંભથી એકઠાં કરતા દેખાઈ આવે છે. પિલીઓલિથિક કાલથી પૂર્વને ઇતિહાસ કરારવાળા તત્વોને મળ્યો હોય તો તેઓએ લખી રાખ્યો નથી, તેથી તેમના આધુનિક ચેલાઓ પ્રસિદ્ધ કરે એવી અમારી એમના પ્રત્યે હાથ જોડી વિનંતિ છે. - બીજો વિભાગ એ કે પાછળથી તેઓએ કરાર કર્યો. અમે અગાઉ કહી ગયા પ્રમાણે એવી રીતે કરાર ઉત્પન્ન કર્યો હોય તે તે વખતનો માનવી એ આજના માનવી કરતાં ઘણું જ સુધરેલ હતો. પરંતુ અહીં અડચણ એ ઉભી થાય છે કે સમાજની સતત પ્રગતિ થતી જાય છે એવું જે અમારી તરફના વિદ્વાનોનું મૂલ તત્વ, તેને બાધ આવે છે. અહીંના લેખકેને લેખોમાંથી અને વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાનોમાંથી એક બાબત સ્પષ્ટ દેખાઈ આવે છે, તે એકે, એક જ સરખી પ્રક્રિયા હિંદુસ્તાનમાં અને યુરોપમાં અગર અમેરિકામાં ચાલતી હોય તો યુરોપ અમેરિકામાં એ સુધારણું મનાય અને હિંદુસ્તાનમાં એમને એમ બને તો પણ હિંદુસ્તાનને પાશ્ચાત્યલેક પાસેથી તે શીખવી જ જોઈએ ! કારણું, પાશ્ચાત્યકા પિતાને સુધરેલા માને છે અને તેઓ જ અહીંના પંડિતોના આદાગુરૂ છે તેથી જ ચત્તાત્રયીન તલામ !
The population problem, by A. M. Carr Saunderb.
For Private and Personal Use Only