________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજચનાશાહ
*
**
***
બ્રાહ્મણના વિદ્યાવ્યાસંગી સ્વભાવને સ્ત્રી મેળવવા માટે ખટપટ કરવાની નથી; ત્યારે ક્ષત્રિયને ગાંધર્વ અને રાક્ષસ વિવાહ કહ્યા છે, તે ક્ષત્રિય સ્વભાવને અનુસરીને જ છે, એ વાત સહેજે ધ્યાનમાં આવી શકે તેમ છે. સ્મૃતિકાએ માનવી સ્વભાવનું પૂર્ણ જ્ઞાન દરેક ઠેકાણે બતામ્યું છે.
સુપ્રજાનો વિચાર કર્યા પછી જે એક વાત લક્ષમાં રાખવા જેવી છે તે એ કે વ્યકિતને ઉદય અને તેની ઉન્નતિ માટે જે પરિ. સ્થિતિ સ્થિર હોવી જોઈએ, પછી તે પિંડોને અમુક એક વિવક્ષિત પરંપરામાં ઉપયોગ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. આવી વ્યવસ્થા શિક્ષણથી થશે એમ આધુનિક પતિતો માને છે. પ્રાચીનો પણ એમજ માનતા. પરંતુ પ્રાચીન અને આધુનિકામાં શિક્ષણ શબ્દનો અર્થ એક નથી. આજના શિક્ષણનું મુખ્ય ધ્યેય માનવના ગુણને સંધી આપે એમ છે. પ્રાચિનોના મતે કુપ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સુપ્રવૃત્તિની સંભાળ એમ શિક્ષણનું દ્વિવિધ કાર્ય છે.
આધુનિકના મતે થોડું પુસ્તકીઉં જ્ઞાન અને થોડું ઘણું પંચેન્દ્રિયનું શિક્ષણ બસ; એથી માનવ લાયક બનશે. પ્રાચીનના મતે જે જે સ્થિતિનું વ્યક્તિના શરીર પર અને મન પર પરિણામ થાય છે તે સર્વ સ્થિતિઓ તરફ ધ્યાન આપી વ્યકિતમાં લાયકાત ઉત્પન્ન કરવાની છે. અર્વાચીનના મતે વાસના પૂર્ણ કરવાનું સાધન, જે બાહ્ય પરિસ્થિતિ છે તે પર કાબુ મેળવવાને છે. પ્રાચીનના મતાનુસાર સર્વ સુખ દુઃખનું મૂળ જે વાસનાઓ છે તે પર વિજય મેળવી દુઃખનું સ્વરૂપ જ ઓછું કરવાનું છે. અર્વાચીનના મતના પરિણામે જે થવાના હોય તે જ થાય છે. ત્યારે પ્રાચીનાં મતના પરિણામો શા થાય છે તે આજે કહી શકાશે નહિ. પ્રાચીનના મતે વ્યકિત સુદઢ બનાવવાની છે, ત્યારે અર્વાચીનનાં મતે પરિસ્થિતિ બળહીન કરવાની છે. પ્રાચીનાં મતે પરિસ્થિતિ કઠેર કરીને, તેમાં જીવી શકે એવા પંથ નિર્માણ કરવાના છે. આધુનિકના મતે પરિસ્થિતિ બળહીન
For Private and Personal Use Only