________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં જતિ સંસ્થા
પપ૧
પરંપરા જેવી એ જ શાસ્ત્રીય જ્ઞાનનું મૂળ તત્વ છે. જ્યાં સુધી તેને વિરોધ ધમે કર્યો નથી ત્યાં સુધી આતર જગતની અનુભૂતિ સંબંધી બેલવાની શાસ્ત્રને અગર શાસ્ત્રને કશી જરૂર નથી. અધ્યાત્મમાંથી ધર્મનું જે સ્વરૂપ પ્રતીત થાય છે એ વિશે બોલવાનો પ્રત્યક્ષ શાસ્ત્રોને અધિકારજ નથી. એ તેમની કક્ષાથી બહાર વિષય છે. પ્રત્યક્ષ શાસ્ત્રો મર્યાદિત છે. એમને પોતાના ક્ષેત્રમાં ધર્મ ઉપયોગ કરતાજ હોય છે. અહીં એ પણ કહેવું જોઈએ નિરાશાવાદ, અયવાદ, કે બીજા કોઈ પણ વાદો, જે જીવોની જીવ તરીકેની કિંમત ઓછી કરતા હોય તેઓ ધર્મતત્વથી વિસંગત છે. માનવી વિચારની કિંમત ઉતારી પાડવાથી ભયંકર પરિણામ આવે છે. એ જ માનવી વિચાર સર્વજ્ઞાન, સર્વ કલા, અને સર્વ ધર્મના પાયારૂપ હોવાથી આ બાબતમાં જ્ઞાનનું અધિષ્ટાન નષ્ટ થાય છે. એટલાજ માટે સર્વ શાસ્ત્રાએ ધર્મની બાબતમાં પ્રસાર પામતા નાસ્તિકવાદ સામે ખુબ જોરથી વિરોધ કરવા જોઈએ, કારણ કે એવા નાસ્તિકવાદમાં જ્ઞાનની ઉણપ છે અને પિતાને શાસ્ત્રને હિતની ખાતર પણ તેમના સામે ઝઝુમવું
જોઈએ.
અમે અગાઉ ઓગસ્ટ વાઈઝ માન મેકસ લૈંક વગેરે મહાધિકારી શાસ્ત્રની ભાષામાં કહ્યું છે કે ધર્મ અને પ્રત્યક્ષ શાસ્ત્રો ખરેખર વિરોધી નથી, પરંતુ એકબીજાના પૂરક છે. ઉડે વિચાર કરતાં દરેકના ધ્યાનમાં આવશે કે આપણામાં શ્રદ્ધા નામનું જે ધાર્મિક તત્વ છે તેનો વિકાસ કરવો જોઈએ; તે જ મનુષ્યની સર્વ શકિતઓ વિસંવાદી ન થતાં તેમનો ઉપયોગ કરી શકાશે. બારીકાઈથી જઈ શું તે દેખાશે કે જગતના ઘણા ખરા મહાન અને કાર્યવાન પુરૂષનાં અંતઃકરણે શ્રદ્ધાયુક્ત હતાં. આવી રીતે બુદ્ધિ અને શ્રદ્ધા બંને વડે મનુષ્યને નીતિશાસ્ત્રરૂપી ફળ પ્રાપ્ત થયેલું છે. શાસ્ત્ર સત્ય પ્રીતિ વધારે છે અને આવી રીતે જગતના નૈતિક મૂલ્યો લઈ તેમને એપ ચડાવે છે શા ભૌતિક અને માનસિક જગતની
For Private and Personal Use Only