________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Rા અતિ સંસ્થા nummannananaanAMA - “બીજ ઉત્તમ જાતિનું હોય અને તેને ઉત્તમ ક્ષેત્રમાં વાવેલું હેય તે જેમ સમૃદ્ધિવાળું થાય છે, તેમ આર્યજાતિના પુષથી આર્યજાતિની સ્ત્રીમાં ઉત્પન્ન થયેલે પુરુષ પણ સર્વ સંસ્કારને યોગ્ય ગણાય છે.” પરંતુ સમગ્ર ગ્રંથ વાંચ્યા વગર જ તેના પર ટીકા કરવાની પ્રચલિત પદ્ધતિ આધુનિક છોડે પણ શા માટે ?
જાતિસંસ્થા સૃષ્ટિના નિયમો પ્રમાણે છે તેથી તે જ સમાજરચના સર્વશ્રેષ્ઠ છે એમ થોડું જ કરી શકાય ? એવું કેટલાક આવું નિક પંડિતેનું કહેવું છે. તેઓ કહે છે કે સૃષ્ટિનિયમમાં દેખાઈ ન આવનારી ઘણી બાબતેને આપણે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ નામક ચાર પુરૂષાર્થો કલ્પી તેના આધારે આપણી સમાજવ્યવસ્થામાં સમાવેશ કરી લીધું છે. તે બાબતેમાં જે મનુષ્ય પોતાનું કૌશલ્ય વાપરી સમાજરચના કરી છે તે પ્રજોત્પાદનની અને જાતિભેદની બાબતમાં પણ મનુષ્યને કૌશલ્ય પૂર્વક નિયમ કરવાની પરવાનગી હોવી જોઈએ. હિંદુઓના આચારમાં જે કંઈ ઉપવાસો અને તહેવાર મનાય છે, તે કંઈ સૃષ્ટિના નિયમોમાં દેખાતા નથી. ઉપવાસ એટલે જરાપણ ન ખાવું અને તહેવાર એટલે જરૂર કરતાં વધારે ખાવું એ બને સ્થિતિઓનું સમર્થન સૃષ્ટિના નિયમેના આધારે કરી શકાશે નહિ. આવી રીતે અનેક વિષ ધર્મમાં રૂઢ થયેલા દેખાય છે. તેમને સૃષ્ટિનિયમે સાથે કયો સંબંધ બનાવી શકાશે ? હિંદુધર્મમાં મોક્ષ નામની જે કલ્પના છે, તે સૃષ્ટિના કઈ પણ નિયમેના આધારે સિદ્ધ કરી શકાય તેમ નથી. વ્યકિત મૃત્યુવશ થયા પછી તે પુનર્જન્મ લઈ ફરી અવતીર્ણ થાય છે એ બકવાદને વિદ્વાનોનાં લખેલાં પુસ્તક અને તેમની પરંપરાથી ચાલી આવેલી બડબડ સિવાય બીજો અંશ માત્ર પણ આધાર નથી. સગુણનું ફલ સત્ અને દુર્ગુણનું ફલ અસત્ એ દંતકથા છે. કારણ કે સૃષ્ટિમાં તેમ બનતું નથી. જે
૧ ચાર્વાક ન–સર્વનરંગ.
For Private and Personal Use Only