________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા અતિ સંધ્યા
~
~~~~~
~~
~~
ગાય ભેંસોની વૃદ્ધિ કરવાની ઇચ્છા કરનારી વ્યકિતમાંથી કઈ તેમને સંકર થાય એમ કહેશે નહિ. ડૉ. બેટસન કહે છે કે, ' આપણને વનસ્પતિવર્ગ અગર પ્રાણીવર્ગની જે માહિતી છે તે ઉપરથી સમજાય છે કે આનુવંશમાં એવા કંઈક ગુણો છે કે એક જ વખતે એક જ વ્યકિતમાં તેમનું અસ્તિત્વ અશકય છે. ઉદાહરણર્થ માંસોત્પાદક જનાવરમાં દુધાળપણું હેતું નથી. દુધાળપણું અને માંસોત્પાદક્તા એ વિરોધી ગુણે છે, અને તે ગુણોનું એકીકરણ કરવાનું પ્રમાણ ફલદાયક નથી. તેમ કરવાથી તેમાંના એક અગર બંને ગુણો નષ્ટ થવાને પૂરો સંભવ રહે છે. વળી એમ પણ જણાય છે કે આ વિભાગણી નૈસર્ગિક ઘટનાના પાયા પર અવલંબીને રહી છે. આ રીતે કયા ગુણો એક ઠેકાણે રહી શકે અને કયા ગુણો એક ઠેકાણે રહી શકતા નથી વગેરે મર્યાદાઓ ચોક્કસ રીતે સમજાય તે જ પ્રાણીશાસ્ત્રીય જાતિઓના મૂળને બોધ થઈ શકે. આટલાં ઉંડાણમાં ન જતાં ચાર અગર પાંચ વંશ માનનારા શાસ્ત્રો પણ તેમના વંશ ધર્મો શાશ્વત અને અવિકારી છે એમ માને છે.
આનુવંશના નિયમોથી જાતિ તૈયાર થઈ અને સામાજિક નિયમોથી તેને સ્થિર કરવામાં આવી. આ જાતિસંસ્થાની ગણના એક સુપ્રજાશાસ્ત્રીય પ્રયોગના આદર્શ તરીકે થવી જોઈએ. મનું પ્રાણીશાસ્ત્રના નિયમે કેટલા બરાબર કહે છે એ જોઈશું તે સુપ્રભાશાસ્ત્ર પર બોલવાને એને કેટલો મોટો અધિકાર છે એ વાંચકના ધ્યાનમાં આવશે. મનું કહે છે.
शूद्रायां ब्राह्मणाजातः श्रेयसा चेत्प्रजायते । अश्रेयान् श्रेयसी जाति गच्छत्यासप्तमायुगात् ॥ शूदो ब्राह्मणतामेति ब्राह्मणश्चैतिशूद्रतां । क्षत्रियाञ्जातमेवं तु विद्याद्वेश्यात्तथैवच ॥ ૧ મારતીય અછૂતેવા પ્રશ્ન-વિ. રા. શિંદે
For Private and Personal Use Only