________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા જાતિ સપ્તા
પ થશે અને સૌથી શ્રેષ્ઠ બૌદ્ધિક કામ કરનારી જાતિપરંતુ એ પદ્ધતિ કંઈ હિંદુસમાજની જાતિઓની ઉત્પત્તિ કહી શકતી નથી.
બીજો એક ગૃહસ્થ ઈલેટસન કહે છે કે ટેળ (Tribes), ધંધા, અને ધાર્મિક કલ્પના આ ત્રણેના સમુચ્ચય પરથી જાતિભેદની ઉત્પત્તિ દર્શાવવી કે શોધી કાઢવી શકાય છે એટલે કે જેમ જેમ હિંદુઓ પોતાની અંદર જગલી ટોળીઓ ભેળવતા ગયા તેમ તેમ તે ટેળીઓ જાતિઓ બનતી ગઈ. ધર્મપ્રસારની આ પદ્ધતિને હિંદુઓએ બેલાશક ઉપયોગ કર્યો હતો પરંતુ આનો અર્થ એમ નથી થતો કે આવા પ્રકારના ધર્મ પ્રસાર પહેલાં જાતિઓ સિદ્ધ થયેલી હતી ? આજ અંગ્રેજ પણ હિંદુસ્તાનમાં જાતિ તરીકે રહેતા દેખાય છે, એ વાત તેઓ ભૂલી જાય છે. હિંદુસ્તાનના જાતિભેદનો ઉપહાસ કરનારા અંગ્રેજી પણ એક જુદી જ જતિ તરીકે હિંદુસ્તાનમાં રહ્યા છે. જે નવા સમૂહો આવ્યા, તેમને હિંદુસમાજે પ્રવેશ આજ છે પરંતુ તેઓને સમૂહોની જૂની વ્યવસ્થામાં હાથ નાખવા દીધો નથી. તેથી ઘણીએ રાષ્ટ્રજાતિઓ હિંદુજાતિઓ બની હશે આ કલ્પનાઓને સમુચ્ચય સમૂહની સંખ્યા વધારી શકશે. પરંતુ તેથી વિવાહ બદ્ધ અને અન્નથી બદ્ધ થએલી જાતિ સંસ્થાની ઉપપત્તિ ભાગતી નથી.
કેટલાક લોકો એક દેશમાં ઉત્પન્ન થએલી સંખ્યાને જાતિ કહે છે અને એ કલ્પનાને પ્રસાર થવા લાગે છે. પરંતુ એક જાતિમાં અનેક ગોત્રી હોય છે એ ધ્યાનમાં લેતાં એ કલ્પના પણ વધારે ટકી શકતી નથી. કોઈએ વર્ણ અને જાતિ જેવી વિભિન્ન કલ્પનાઓને ગોટાળો કરી જાતિસંસ્થાની ઉપપત્તિ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે. તે પ્રયત્નમાં ચાર વર્ણ જુદા જુદા કલ્પી તેની આસપાસ જાતિઓનું જાળું ગુંથી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. વર્ણ એ વંશનો ફરક બતાવતા હશે. પરંતુ રંગદાયક જીવન ગોલક ( genes) જે માનવ પિંડમાં દેખાય છે, તે ઉપરથી ચામડીને રંગ જાતિદર્શક હશે એમ નક્કી કરી શકાશે નહિ. વળી ભિન્ન વંશીય લકે એક જ વસતિસ્થાનમાં
For Private and Personal Use Only