________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
^
^'
New
હિં જતિ સંસ્થા
પા૫ એમ ભાષાન્તર થઈ શકશે. અધ્યક્તને વ્યકત અને વ્યક્તિને અવ્યક્ત ગુણ એકજ પેઢીમાં કેમ થઈ શકે એ બાબત સમજવી મુશ્કેલ છે. એ ગુણની ઉલટપાલટ કઈ પદ્ધતિથી થાય છે અને તેની શાસ્ત્રીય પ્રક્રિયા જે આ લેખકો કહેશે તે પ્રાણશાસ્ત્ર તેમનું સદૈવ ઋણી રહેશે. “અવ્યકત ગુણ (Recessive ) વ્યક્ત ગુણમાંથી ઉત્પન્ન થાય છે, એમ માનવું ભૂલભરેલું છે. અવ્યક્ત ગુણે વ્યકત ગુણમાંથી કદી ઉત્પન્ન થતા નથી. તે સંકર પ્રજામાં તિરોહિત સ્વરૂપમાં હેવાથી ઓળખાતા નથી એટલું જ.૧ તે પણ અમારી તરફના પંડિતે કહેશે જ કે એક પેઢીમાં વ્યક્ત ગુણ અવ્યક્ત બને છે અને અવ્યકત વ્યક્તિ બને છે. હવે મિશ્રણયુક્ત અનુવંશ અને ફરકનો વિચાર કરીએ અહીં ફરક એ શબ્દને આધુનિક સમાજસુધારક શો. અર્થ કરે છે એ સમજવું જોઈએ. ફરક શબ્દના (૧) આગળ જે ગુણનું અસ્તિત્વ ન હતું તે ગુણોનું કોઈ પણ પ્રકારે સંકર થતાં ઉત્પન્ન થવું અગર (૨) માબાપના પિંડમાં જે ગુણો હોય તે જ ગુણની સંતતિમાં ઓછી વધુ ભેદથી જુદી જુદી રીતે માંડણ થવી એવા બે અર્થ થાય છે. પહેલે અર્થ લઈએ તો પિડેમાં આગળ જે ગુણોનું અસ્તિત્વ નથી તે ગુણ થોડા પ્રમાણમાં ઉત્પન્ન થવાની પ્રક્રિયા સૃષ્ટિમાં થાય છે અને આ ફરકેની ગતિનું ઉત્ક્રાંતિ પર પરિણામ થાય છે, એ બંને બાબતો હજુ સિધ્ધ થઈ નથી. પહેલા મુદા સબંધે ડો લેટસી કહે છે કે, “ ડાવિનના મતમાં આ બાબતે વિષે ગેટાળો થએલો દેખાય છે કારણ કે મારા મતે અનુવંશથી સંક્રાંત થનારા ફરકેનું અસ્તિત્વ નથી.” આ ગૃહસ્થ હ્યુગો ડી બ્રાઈસના પ્રયોગોને પણ પૂર્ણ રીતે તપાસી આવા ફરકેનું
2 Evolutiou by means of hybridization-J. P. Lotsy. 2 Rate of variations affects the line of evolution, 3 Evolation by means of Hybridization-J. P. Lotsy.
For Private and Personal Use Only