________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
~
~~~~~
~~~
પંચ ઈદ્રિય પર થએલું પરિણામ એટલે પ્રત્યક્ષ. આ પરિણામની સાથે જ આ પરિણામે માપવા માટે જે નિયમો ઠરાવ્યા હશે, તેને પણ વિચાર કરવો પડશે. એટલું જ કરી જે માનવ વ્યક્તિ સ્વસ્થ બેસશે તો તે પ્રત્યક્ષ પ્રમાણુવાદી છે એમ કહી શકાશે. આ પ્રત્યક્ષ પ્રમાણવાદીઓનું કાર્ય એટલું જ કે તેમણે જગતના સર્વ અનુભવેની યાદી કરી રાખવી, એટલું જ કરીને આ પ્રત્યક્ષ પ્રમાણવાદી બેસે તે તેને કઈ પણ પ્રશ્નોને ઉકેલ કરવાનો નથી. તેને માટે જગત એક કોયડે પણ નથી. કારણ કે જેને જેને પંચેન્દ્રિઓને ભાસ થાય છે તે તે અનુભવજન્ય છે. પરંતુ આ અનુભવ શબ્દોમાં આવવાની સાથે જ ગેરસમજુતી ઉત્પન્ન થવા લાગે છે. આપણે જ્યારે બાહ્ય જગતની ખુરશી એ શબ્દ ઉચ્ચારીએ છીએ ત્યારે આપણે બાહ્ય જગતની ખુરશી વિષે બોલતા નથી પણ આપણી ઇન્દ્રિઓએ ગ્રહણ કરેલી સંવેદના વિષે બોલીએ છીએ. તે સંવેદનાઓ કાઢી નાખીએ તે ખુરશી સંબંધી શું બાકી રહે છેએ જ વાત પ્રત્યક્ષ પ્રમાણુ પરથી ઉત્પન્ન થનારી એક્કેએક કલ્પનાઓને લાગુ પડે છે. પ્રત્યક્ષ પ્રમાણ માનનારાને આ જગત એટલે તેમની પંચેન્દ્રિયને મળે એટલો જ અનુભવ, તેથી આગળ જઈ સત્ય જગતને શું એ કહેવાનું કાર્ય નથી અને તેમને અધિકાર પણ નથી. જગતને કઈપણ એકાદ અનુભવ આ પંચેન્દ્રિોની સંવેદનામાં ન આવી શકે છે તે પ્રત્યક્ષ પ્રમાણુવાદીઓથી ગ્રહીત લઈ શકાય નહિ. તેથી તે પદ્ધતિમાં કેઈપણ તત્ત્વજ્ઞાનને સ્થાન નથી. આપણું જુના જ્યોતિષી કહે છે તે પ્રમાણે પૃથ્વીને જગતનું મધ્યબિંદુ માનીએ અગર નવા જ્યોતિષી કહે છે એ પ્રમાણે પૃથ્વીને અસ્થિર માનીએ તો પણ બને સિદ્ધાન્ત પ્રત્યક્ષ પ્રમાણની બહાર જાય છે. આ બન્ને બાબતમાં આપણે પ્રત્યક્ષ અનુભવેલી સ્થિતિ પરથી
i Wlioro is scienco guing by Max Planck; The Nature of the Physical world by A. Eddington.
For Private and Personal Use Only